ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાત્મો!! 26/11 હુમલાના ગુનેગાર લશ્કર આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કી પાકિસ્તાનમાં મોત
મુંબઈ 26-11 હુમલાના ગુનેગાર અને વોન્ટેડ લશ્કરના આતંકવાદી હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનમાં મોત થયું છે. મક્કી લશ્કર-એ-તૈયબા (LeT)નો નાયબ વડા અને હાફિઝ મોહમ્મદ સઈદનો સંબંધી હતો. અહેવાલો અનુસાર, હાર્ટ એટેકના કારણે મક્કીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
મક્કીને વર્ષ 2023માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો, જે અંતર્ગત તેની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. આ સિવાય મક્કી પર મુસાફરી અને હથિયારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.
હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું આજે હૃદયરોગના હુમલાથી નિધન થયું હતું. તે મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ આતંકવાદી હાફિઝ સઈદનો સાળો અને પ્રતિબંધિત જમાત-ઉદ-દાવાના ડેપ્યુટી ચીફ હતો.
જમાત-ઉદ-દાવા (JUD) અનુસાર, અબ્દુલ રહેમાન મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં હાઈ ડાયાબિટીસની સારવાર લઈ રહ્યા હતા. JUDના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, 'મક્કાને આજે સવારે હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું.'
જેયુડીના વડા હાફિઝ સઈદના સાળા મક્કીને વર્ષ 2020માં પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે આતંકવાદી ભંડોળના કેસમાં 6 મહિનાની જેલની સજા ફટકારી હતી. મળતી માહિતી મુજબ મક્કીએ ટેરર ફંડિંગ કેસમાં સજા સંભળાવ્યા બાદ તેની ગતિવિધિઓ ઓછી કરી દીધી હતી. પાકિસ્તાન મુતાહિદા મુસ્લિમ લીગ (PMML) એ એક નિવેદનમાં કહ્યું કે મક્કી પાકિસ્તાની વિચારધારાનો સમર્થક હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0