ખેલ મહાકુંભ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર
ખેલ મહાકુંભ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ઈણાજ ખાતે ગીર સોમનાથ જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. ઈણાજ ખાતે જિલ્લા સેવા સદનના સ્પોર્ટ્સ રૂમમાં વિવિધ વય જૂથ હેઠળ ૪૦ વર્ષથી ઉપરની વયજૂથના ખેલાડીઓની ટેબલ ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી. આ અવસરે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓનો શાબ્દિક ઉત્સાહ વધાર્યો હતો અને ભવિષ્યમાં પણ કાંડાનું કૌવત દાખવી અને રમતગમત ક્ષેત્રે પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, ટેબલ ટેનિસ સ્પર્ધામાં ગત તા.૨૩ ના રોજ અંડર ૧૧, ૧૪, ૧૭ અને ઓપન કેટેગરીની સ્પર્ધા સરસ્વતી સ્કૂલ, વેરાવળ તથા તા.૨૪ મીએ ૬૦ વર્ષથી ઉપર વયજૂથની સ્પર્ધા રાજદિપ સ્કૂલ, કોડિનાર ખાતે યોજાઈ હતી. આ વિવિધ વયજૂથની તમામ સ્પર્ધાઓમાં ભાઈઓ-બહેનો મળી ૩૫૦ થી પણ વધુ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને સરકાર દ્વારા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. વિજેતા ખેલાડીઓ આગામી દિવસોમાં ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ગીર સોમનાથ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ તકે, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિયા સહિત રમતગમત કોચ, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0