ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાઈ
ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાઈ
નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે વેરાવળ એસ.ટી.ડેપો ખાતે ડ્રાઇવર, કંડક્ટર અને મુસાફરો માટે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેરાવળ એસ.ટી. ડેપોના મેનેજર દિલીપ શામળાના જણાવ્યાનુસાર નેશનલ રોડ સેફ્ટી મંથ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે જી.એચ.સી.એલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, વીટીઆઈ-તાલાલાના મેડિકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ મેડિકલ ચેકઅપ કેમ્પમાં ડ્રાઇવર, કંડક્ટર, મિકેનિક, ટ્રાફિક, વહીવટી સ્ટાફ તેમજ મુસાફરોએ નિઃશુલ્ક આરોગ્ય તપાસ કરાવી હતી. આ આરોગ્ય કેમ્પમાં બ્લડ પ્રેશર, શુગર, બ્લડ ગ્રૂપ, ફિટનેસ વગેરે પ્રકારના અલગ-અલગ ચેકઅપ કરવામાં આવ્યાં હતાં.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0