આંગણવાડીના મેદાનમાં અડંગો જમાવીને બેઠેલા રખડતા ઢોર અને કૂતરાઓ ખતરારૂપ
આંગણવાડીના મેદાનમાં અડંગો જમાવીને બેઠેલા રખડતા ઢોર અને કૂતરાઓ ખતરારૂપ
માંગરોળના વોર્ડ નં. નવની એકમાત્ર આંગણવાડી જલારામ મંદિરના પાછળના ભાગે આવેલ આંબેડકર ભવનમાં ચાલી રહી છે. પરંતુ આ આંગણવાડી કમ ઢોરનો તબેલો હોય તેવું ફલિત થાય છે. આંગણવાડીના ડેલામા કુતરાઓ અને રખડતા ઢોરો અડંગો જમાવીને બેઠા હોય છે. જે આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓ માટે ખતરો બની ગયા છે. જેથી ભણવા આવતા ભુલકાઓના માતાપિતા પણ ચિંતામાં સરી પડ્યા છે.
ગઈકાલે શીફા હોસ્પિટલ બિલ્લી બાગથી એક પિતા એમની ત્રણ વર્ષની બાળકીને આંગણવાડીએ મુકવા આવતા કંપાઉન્ડના ડેલા પર બેઠેલ ગાયએ તેઓની પાછળ દોડ મુકી હતી. પિતા એમની દીકરીને લઈને જાન બચાવી દોડવા જતા દિવાલમાં અથડાઈ પડી ગયા હતા અને પાછળથી યમરાજ બનીને દોડી આવતી ગાયએ પિતા-પૂત્રીને બન્નેને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. બન્નેને સારવાર માટે કેશોદ રીફર કરવામાં આવ્યા છે. જો કોઈ જાનહાનિ થાત તો જવાબદાર કોણ ? ત્યારે માસૂમોની જિંદગી જોખમાઈ રહી રહી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આંગણવાડીના મેદાનમાં ઢોરના ત્રાસ બાબતે અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આ બનાવના પગલે આસપાસના રહીશો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે. તેમજ વધતા જતા ઢોરના ત્રાસ માટે પાલિકા તંત્રની કથળેલી સફાઈ વ્યવસ્થા પણ જવાબદાર હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0