ટ્રક અથડાતાં ઈજા પામેલી ગાયને પશુ દવાખાને લાવી જીવ બચાવાયો
ટ્રક અથડાતાં ઈજા પામેલી ગાયને પશુ દવાખાને લાવી જીવ બચાવાયો
અબોલ પશુઓ માટે રાજ્ય સરકારની 1962 હેલ્પલાઈન સેવા હંમેશા કાર્યરત રહે છે. હરતા-ફરતા પશુ દવાખાનાની મદદથી અબોલ જીવોને બચાવી શકાય છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામમાં દસ ગામના ક્લસ્ટર દીઠ હરતા-ફરતા પશુ દવાખાના દ્વારા ગાયનો જીવ બચાવવામાં આવ્યો હતો.
ખેડૂત પશુપાલક યશપાલભાઈની ગાયને અજાણ્યા ટ્રકચાલકે અડફેટે લેતા ઈજા પહોંચી હતી. ૧૯૬૨ હેલ્પલાઈનના કર્મચારીઓ દ્વારા તાત્કાલીક ઘટનાસ્થળ પર પહોંચી પશુ દવાખાના પ્રાસલીના કર્મચારી ડૉ. ભાગ્યેશ ડોડિયા અને પાયલોટ મનહરભાઈ દ્વારા યોગ્ય સારવાર કરી યશપાલભાઇની ગાયને પીડામુકત કરી જીવ બચાવ્યો હતો.
સમાજસેવક અનિષ રાચ્છ દ્વારા કોઈપણ પશુ-પક્ષી ઈજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તાત્કાલિક સારવાર માટે એનિમલ હેલ્પલાઇન ૧૯૬૨નો ઉપયોગ કરવા અપીલ કરી હતી. ખેડૂત યશપાલભાઈએ સરકારની આ હેલ્પલાઈન પશુઓ માટે ખૂબ જ ઉપયોગી છે એવું જણાવી અને અબોલ પશુઓની સેવા બદલ આભાર માન્યો હતો. તેમજ ગીર સોમનાથ પ્રોગ્રામ મેનેજર ડોક્ટર ગૌરાંગભાઈ અને પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર સુનિલ લીંબાણીએ પ્રાસલી ટીમની સરાહના કરી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0