ભારતીય કોસ્ટ ગાર્ડ (IGC) ના જહાજે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા 54 મુસાફરોને સફળતાપૂર્વક બચાવ્યા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (IGC) ના જહાજે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા 54 મુસાફરોને સફળતાપૂર્વક બચાવ્યા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (IGC) ના જહાજે કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપના દરિયાઈ વિસ્તારમાં ફસાયેલા 54 મુસાફરોને સફળતાપૂર્વક બચાવ્યા છે. જેમાં 22 મહિલાઓ અને 23 બાળકોનો સમાવેશ થાય છે. મંગળવાર, 14 જાન્યુઆરીના રોજ, કાવરત્તીથી સુહેલીપર ટાપુ તરફ જતી એક બોટ અચાનક ગુમ થઈ ગઈ. જેમાં 54 લોકો મુસાફરી કરી રહ્યા હતા. IGC એ તાત્કાલિક કાર્યવાહી કરી અને બોટ શોધવા માટે કામગીરી શરૂ કરી.
ભારતીય કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર, બપોરે લગભગ 2:30 વાગ્યે, લક્ષદ્વીપ વહીવટીતંત્રે કાવરત્તી ખાતે ભારતીય કોસ્ટ ગાર્ડને જાણ કરી કે બપોરે 12:15 વાગ્યે કાવરત્તીથી સુહેલીપર ટાપુ માટે નીકળેલી એક બોટ તેના ગંતવ્ય સ્થાને પહોંચી નથી. આ સમય દરમિયાન, બોટ પરના મુસાફરો અને ક્રૂ સભ્યો સાથે કોઈ સંપર્ક થયો ન હતો. સવારે ૯ વાગ્યા સુધીમાં હોડી સુહેલીપર પહોંચવાની અપેક્ષા હતી.
આ બોટમાં 54 મુસાફરોમાં 22 મહિલાઓ, 9 પુરુષો, 3 નવજાત શિશુઓ અને 20 બાળકોનો સમાવેશ થતો હતો. આ બાબતની માહિતી મળતાની સાથે જ, ભારતીય કોસ્ટ ગાર્ડે શોધ અને બચાવ મિશન શરૂ કર્યું. કાવરત્તીથી આ કામગીરી હાથ ધરવામાં આવી અને બોટ શોધી કાઢવામાં આવી. આ સમય દરમિયાન ખબર પડી કે બોટનું એન્જિન ફેલ થઈ ગયું હતું અને તેથી જ તે દરિયામાં ફસાઈ ગઈ હતી.
સાંજે લગભગ 4:30 વાગ્યે, કોસ્ટ ગાર્ડે બોટ શોધી કાઢી, જે સુહેલીપર ટાપુથી 4 નોટિકલ માઇલ દૂર હતી. આ પછી, બધા મુસાફરોને સુરક્ષિત રીતે જહાજમાં બેસાડવામાં આવ્યા અને તેમને પ્રાથમિક સારવાર અને રાહત સામગ્રી આપવામાં આવી ત્યાર બાદ બધા મુસાફરોને સુરક્ષિત રીતે કાવરત્તી પહોંચાડવામાં આવ્યા.
આ ઘટના બાદ, કોસ્ટ ગાર્ડે વહીવટીતંત્રને બોટમાં ઓવરલોડિંગ ટાળવા અને સલામતી સાધનો ફરજિયાત બનાવવા અપીલ કરી છે. કોસ્ટ ગાર્ડના અધિકારીઓએ આ શોધ અને બચાવ કામગીરીની પ્રશંસા કરી છે અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ તેમની ત્વરિત કાર્યવાહીની પ્રશંસા કરવામાં આવી રહી છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0