રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના અમેઠ વિસ્તારના ચારભુજામાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં દેસૂરી નાલમાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં ત્રણ માસૂમ બાળકીઓના કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર બસમાં કુલ 67 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. રાચેટી ગામની મહાત્મા ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કુલ પાસેથી આજે સવારે બસ પીકનીક માટે નીકળી હતી. આ દરમિયાન દેસુરી પંજાબ મોડ પાસે કાબુ બહાર જઈને રોડ પર પલટી ગઈ હતી. જેમાં ત્રણ બાળકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. મુખ્ય શિક્ષક સહિત કુલ 17 ઘાયલોને આરકે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલુ છે
આઠ જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ
આ ઘટનાની માહિતી મળતા જ ચારભુજા અને દેસરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આઠ જેટલા બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બધાને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. વહીવટીતંત્ર અને સ્થાનિક લોકોએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
અકસ્માત બાદ શોકનું મોજુ
ઘટનાની જાણ થતાં આ બાળકોના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાઇવે પર ટ્રાફિકને નિયંત્રિત કરવા પોલીસે વધારાના અધિકારીઓને તૈનાત કર્યા હતા. કુંભલગઢના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ જ્ઞાનેન્દ્ર સિંહ રાઠોડ, તહસીલદાર ગઢબોર અને અન્ય બચાવકર્મીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરી શરૂ કરી. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સરકારે મૃતક બાળકોના પરિવારજનોને શક્ય તમામ મદદ કરવાનું વચન આપ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0