રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમાવસ્યા નિમિત્તે ભોજનનું આયોજન
રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમાવસ્યા નિમિત્તે ભોજનનું આયોજન
સાવરકુંડલા ખાતે દિન દુખિયાના અલખધામ સમાન સંત શ્રી ધનાબાપુના આશ્રમમાં રાધે કૃષ્ણ મહિલા સત્સંગ મંડળ દ્વારા અમાવસ્યાના દિવસે પ્રસાદ (મિષ્ટ ભોજન)નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગી બહેનો હાજર રહ્યા હતા. આ મહિલા મંડળ દ્વારા પ્રતિવર્ષ શિવરાત્રી, જન્માષ્ટમી, રામનવમી અને તુલસી વિવાહ જેવા ભારતીય સંસ્કૃતિના તમામ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત દર એકાદશીનું પર્વ પણ ખૂબ શ્રધ્ધા અને ભક્તિસભર વાતાવરણમાં ઉજવવાનું આયોજન કરવામાં આવે છે.
આ અમાવસ્યાના દિવસે આ સમૂહ પ્રસાદ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાધા કૃષ્ણ મહિલા મંડળના અરૂણાબેન, વિમળાબેન, દક્ષાબેન, રમાબેન સમેત મહિલા મંડળની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અગિયારસે સત્સંગ મંડળ દ્વારા ૫૧ કિલો તલની ગાય બનાવી તેનું ભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, 35 સભ્યોનું મહિલા મંડળ છેલ્લા સોળ વર્ષથી ભારતીય પરંપરા અને સંસ્કૃતિના અનેક ઉત્સવો ખૂબ ઉમંગ ઉત્સાહ અને શ્રધ્ધા ભેર ઉજવે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0