અમરેલીના રાજસ્થળી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સમાઈ આવ્યો છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રુર રુપ જોવા મળ્યુ છે. દાદીએ 14 માસના પૌત્રને બચકાં ભર્યા અને મૂઢમાર મારતા માસુમનું મોત થયું છે.
અમરેલીના રાજસ્થળી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સમાઈ આવ્યો છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રુર રુપ જોવા મળ્યુ છે. દાદીએ 14 માસના પૌત્રને બચકાં ભર્યા અને મૂઢમાર મારતા માસુમનું મોત થયું છે.
અમરેલીના રાજસ્થળી ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સમાઈ આવ્યો છે. રાજસ્થળી ગામમાં એક દાદીનું ક્રુર રુપ જોવા મળ્યુ છે. દાદીએ 14 માસના પૌત્રને બચકાં ભર્યા અને મૂઢમાર મારતા માસુમનું મોત થયું છે. ત્યારે પોલીસે હત્યાનો ગુનો નોંધી દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના રાજસ્થળી ગામમાં હત્યાનો બનાવ બન્યો છે. જ્યાં 14 માસનું બાળકનો મૃતદેહ ઘરમાંથી મળ્યો હતો. જે બાદ આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બાળકના મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક બાળક અને તેની બહેન દાદી પાસે રૂમમાં રમી રહ્યા હતા. આ દરમિયાન બાળક એકાએક રડવા લાગ્યું હતું. જે બાદ દાદી દાદી કુલસન હુસૈન સૈયદે બાળકને છાનું રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં બાળકે રડવાનું બંધ ન કરતા દાદીએ આવેશમાં આવીને બાળકના ગાલ,કપાળ, હાથ અને શરીરના અન્ય ભાગ પર બચકાં ભર્યા હતા. એટલું જ નહીં મૂઢમાર માર્યો હતો. બાદમાં બાળકનું મોત થયું હતું.
બીજી તરફ પોલીસે હાલ સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી દાદીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0