કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે
કેરળના વાયનાડ જિલ્લાના મેપ્પડી નજીકના પહાડી વિસ્તારોમાં ભારે ભૂસ્ખલન થયું હતું. મળતી માહિતી મુજબ ઘણા લોકો તેમાં ફસાયા હોવાની આશંકા છે. કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર ફોર્સ અને NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની બીજી ટીમ વાયનાડ પહોંચી રહી છે. બચાવ કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું છે કે મૃત્યુઆંક વધીને 11 થઈ ગયો છે. છ મૃતદેહ મેઘપડી સામુહિક આરોગ્ય કેન્દ્ર અને પાંચને ખાનગી મેડિકલ કોલેજમાં લાવવામાં આવ્યા છે.
KSDMA દ્વારા એક ફેસબુક પોસ્ટ અનુસાર, કન્નુર ડિફેન્સ સિક્યુરિટી કોર્પ્સની બે ટીમોને પણ બચાવ પ્રયાસોમાં મદદ કરવા માટે વાયનાડ જવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. અસરગ્રસ્ત વિસ્તારોના સ્થાનિક લોકોએ જણાવ્યું કે ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે. ભારે વરસાદને કારણે બચાવ કાર્યમાં અડચણ આવી રહી છે.
પીએમ મોદીએ ભૂસ્ખલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત ઘાયલ લોકોને 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે.
આરોગ્ય વિભાગે કહ્યું કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કર્યા છે. વાયુસેનાના બે હેલિકોપ્ટર સુલુરથી રવાના થશે. દરમિયાન, કેન્દ્રીય પ્રધાન રાજીવ ચંદ્રશેખરે ટ્વીટ કર્યું હતું કે વાયનાડમાં ગઈકાલે રાતથી ભૂસ્ખલન વિશે સાંભળીને તેઓ દુઃખી છે. હું રાજ્ય સરકારને પીડિત પરિવારોને વહેલી તકે રાહત આપવાની અપીલ કરું છું.
કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને એક નિવેદનમાં કહ્યું કે વાયનાડમાં ભૂસ્ખલન પર બચાવ કાર્ય ઝડપથી હાથ ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારથી અમને આ ઘટનાની જાણ થઈ ત્યારથી સરકારી તંત્ર બચાવ કામગીરીમાં જોડાઈ ગયું છે. મંત્રી વાયનાડની મુલાકાત લેશે.
Comments 0