બોરડા અને પસ્વી ગામ વચ્ચે ઇકો કારને ડમ્પરે હડફેટે લેતા ઇકો પલટી મારી ગઈ, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
બોરડા અને પસ્વી ગામ વચ્ચે ઇકો કારને ડમ્પરે હડફેટે લેતા ઇકો પલટી મારી ગઈ, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાના મોટા અકસ્માતોને લઈ ગોઝારો બને છે. જેમાં બપોરે ચારેક વાગ્યાના અરસામાં બોરડા અને પસ્વી ગામ વચ્ચે આવેલ CNG પમ્પ ખાતેથી ગેસ પુરાવી મહુવા તરફ જતી ઇકો કારને ડમ્પરે હડફેટે લેતા ઇકો કાર પલટી મારી ગઈ હતી. ઇકોકારમાં ચાલક સહિત 11 વિદ્યાર્થીનીઓ સવાર હતી. આસરાણા નજીક આવેલ સ્કૂલની વિદ્યાર્થીનીઓ ભાવનગર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગયેલ હતી. જે ઇકો કારમાં બેસી પરત ફરતી હતી.
ઇકો કારના ચાલક ગણેશપરી અમરપરીએ જણાવ્યું હતુ કે, માયાભાઈ આહીરની જ્ઞાન શક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સીલેન્સની વિદ્યાર્થીનીઓને લઈને ગયેલ. જ્યાંથી પરત ફરતા ઇકોકારને ડમ્પર ચાલકે ઠોકર મારી હતી.
બનાવ સમયે અલંગ પો.ઇ.ખાંટ વાહન લઈ પસાર થતા હોય તેમણે વાહનમા ઇજાગ્રસ્ત બેસાડીને તળાજા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તળાજા પો.ઇ એ.બી.ગોહિલે જણાવ્યું હતુ કે, દાઠા પોલીસને જાણ કરતા દાઠા પોલીસ વાહન, 108 બે અને એક ખાનગી વાહન મળી અગિયાર વિદ્યાર્થીનીઓ અને ચાલક મળી કુલ 12 ઇજાગ્રસ્તને તળાજા ખસેડયા હતા. જેમાં બે વિદ્યાર્થીનીઓને રીફર કરવામાં આવ્યા હતા. તમામ વિદ્યાર્થીનીઓ ધો.6 અને 7 ની વિદ્યાર્થીનીઓ હતી. બનાવના પગલે સદવિચાર હોસ્પિટલના ડો.પરેશ ઝીંઝાળા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીઓને વધુ સારવાર માટે માનવતા ખાતર સ્કૂલના શિક્ષક મિત્ર હોય સદવિચાર હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ. હોસ્પિટલના ડો.સાકીયા, ડો.ભીલ સ્ટાફ ગણની સેવા પ્રસંશનીય રહી હતી.
બનાવના પગલે હોસ્પિટલ બહારના ધંધાર્થીઓ વિજયભાઈ ધાંધલીયા, મોન્ટુ, ઓમકાર, હુસેન ભૂરાણી, રાકેશ મેડિકલ સહિતનાએ માનવતા મહેકાવી હતી. જ્યાં ચા બિસ્કિટ પાણીની દીકરીઓ માટે વ્યવસ્થા કરી આપી હતી. તળાજા મામલતદાર તથા વિવેકાનંદ સ્કૂલ ના હામુભાઈ આહીર, ગૌરવ ગૌતમભાઈ ચૌહાણ, પાતાભાઈ ભરવાડ સહિત પ્રસાશન અને રાજકીય સમાજિક આગેવાનો દોડી આવ્યા હતા.
જાની ક્રિષ્ના હર્દિકભાઈ, ગોસ્વામી દીક્ષિકા નરેશપરી, બલદાણીયા ક્રિષ્ના, સોલંકી સોનાક્ષી ભાવેશભાઈ, ચૌહાણ મીરા બુધાભાઈ, સોલંકી રિંકલ કનુભાઈ, થોરિયા નિહારિકા ભાવિકભાઈ, વાજા કાજલ ભગુભાઈ, ચૌહાણ હર્ષા મનજીભાઈ, મકવાણા વિદ્યાબેન ગંભીરભાઈ, ગણેશપરી અમરપરી, મોટા આસરાના ડ્રાઇવર જોળીયા વૈદેહીને ઇજા પહોંચી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0