બજેટની રજૂઆત પહેલા મોદી કેબિનેટ દ્વારા બજેટને મંજૂરી આપવામાં આવી છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ થોડા સમયમાં બજેટ રજૂ કરશે. તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બજેટ માટે સંસદ ભવન પહોંચ્યા છે.
નવી સરકારની રચના બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. નાણામંત્રીનું આ સતત 7મું બજેટ છે. આ વખતે બજેટમાં મહિલાઓ, યુવાનો અને ખેડૂતો પર ફોકસ જોવા મળી શકે છે. મધ્યમ વર્ગને પણ ટેક્સમાં રાહત મળી શકે છે
સરકારે બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરી છે. જ્યારે આંધ્ર પ્રદેશને વધારાના 50 હજાર કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે તો બિહારમાં એક્સપ્રેસ વે બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025