આંધ્ર પ્રદેશમાં શાસક પક્ષ YSRCPના ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીનો મતદાન કેન્દ્રમાં ગુંડાગર્દી કરવાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં રેડ્ડી કથિત રીતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ને તોડતા અને મતદાન કર્મચારીઓને ધમકાવતા પણ જોવા મળે છે. આ ઘટના સામે આવ્યા આવ્યા બાદ ચૂંટણી પંચે તપાસ શરૂ કરી છે.

આ ઘટના 13 મેના રોજ બની હતી. ચૂંટણી પંચે કહ્યું, અમે વીડિયો પોલીસને સોંપ્યો છે અને તપાસમાં મદદ કરવા કહ્યું છે. આંધ્રપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીએ એક નિવેદનમાં જણાવ્યું કે, માચરલા વિધાનસભા મતવિસ્તારના મતદાન મથક નંબર 202 અને 7 પર EVM તોડી નાખવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અહીંના વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડી ઈવીએમને જમીન પર પછાડતા વેબ કેમેરામાં રેકોર્ડ થયા છે. પલાનાડુ જિલ્લા ચૂંટણી અધિકારીઓએ મતદાન મથકોના વીડિયો ફૂટેજ પોલીસને સોંપ્યા છે. પોલીસને ઘટનાની તપાસ કરવા જણાવાયું છે.
મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મુકેશ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, 'માશેરલા વિધાનસભા ક્ષેત્રમાં મતદાન મથક નંબર 202 સહિત સાત મતદાન મથકો પર EVM ક્ષતિગ્રસ્ત થયા હતા, જ્યાં વર્તમાન ધારાસભ્ય પી રામકૃષ્ણ રેડ્ડીએ EVMને નુકસાન પહોંચાડ્યું હતું આ મામલાને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે ડીજીપી હરીશ કુમાર ગુપ્તાને આ ઘટનામાં સામેલ તમામ વ્યક્તિઓ સામે કડક ફોજદારી કાર્યવાહી કરવા માટે સીઈઓને સૂચના આપી હતી
Comments 0