અંધારાનો લાભ ઉઠાવી ત્રણ હવસખોરોએ યુવતીની મરજી વિરુદ્ધ આચર્યું દુષ્કર્મ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
અંધારાનો લાભ ઉઠાવી ત્રણ હવસખોરોએ યુવતીની મરજી વિરુદ્ધ આચર્યું દુષ્કર્મ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
વેરાવળ નજીક તાલાલા હાઈવે ઉપર રીક્ષામાં જતા રસ્તાની સાઈડમાં અંધારામાં ત્રણ શખ્સોએ પીડીતાની મરજી વિરૂધ્ધ બળાત્કાર અને છેડતી કર્યાની પોલીસના ચોપડે ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય આરોપીઓને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ગત રોજ રાત્રે સોમનાથ ટોકિઝ ખાતેથી રિક્ષામાં ગોવિંદપરા ગામે જવા નીકળેલ યુવતીને રીક્ષા ચાલક પહેલા તાલાળા ચોકડી લઇ ગયેલ અને ત્યાંથી છાજલીવાળી કાળી ટોપીવાળો જેને પપ્પુ સાહિલ નામનો વ્યક્તિ તથા દાઢીવાળો વ્યક્તિ અક્રમ બન્ને જણા ત્યાં આવેલ હતા. ત્રીજો વ્યક્તિ રાહિલ એફ.ડી. સ્કુલ ખાતે બધા ભેગા થયેલ હતા. આ સમયે પીડીતા ઘરેથી ડિપ્રેસન અને ઉંઘની દવા ખાઈને નિકળી હોવાથી અર્ધ બેભાન જેવી હાલતમાં હતી. જેનો લાભ લઇ આ ત્રણેય શખ્સોએ એક બીજાની મદદગારી કરી ગોવિંદપરા ગામ પહેલા હાઈવે ઉપર ચાલુ રીક્ષામાં તેમજ રોડની સાઇડ પર અંધારામાં રીક્ષા રોકી અક્રમ તથા રાહીલએ પીડીતા સાથે છેડતી કરી અને પપ્પુ સાહીલએ રીક્ષામાં યુવતીની મરજી વિરુધ્ધ બળજબરી પુર્વક દુષ્કર્મ આચર્યું હતું.
આ બનાવ અંગે પીડીતાએ પ્રભાસ પાટણ પોલીસમાં ત્રણેય શખ્સો વિરુદ્ધ બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી. જેથી આરોપીઓને ઝડપી લેવા જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ આદેશ કરતા પીઆઈ, એ.એસ.આઈ. સહિતના સ્ટાફે બનાવ સ્થળ સહિત જુદા જુદા સ્થળોના સીસીટીવી ફુટેજો એકત્ર કરી તપાસ હાથ ધરેલ તેમજ કેમેરા અને રીક્ષાને લઈ બાતમીદારો મારફત આરોપીઓની માહિતી એકઠી કરી હ્યુમન સોર્સીસના આધારે આરોપી ઇસ્માઇલ ઉર્ફે પપ્પુ ઇબ્રાહીમભાઇ શેખ (ઉ.વ.૨૬ રહે.સોમનાથ ટોકીઝ), અક્રમ ઉર્ફે કાજુ અલ્તાફ શેખ (ઉ.વ.૨૪ ભાલકા કોલોની) અને રાહીલ શબીર કુરેશી (ઉ.વ.૨૪ રહે. ભાલકા કોલોની) ને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0