15 મિલકતો જપ્ત કરી સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટ
15 મિલકતો જપ્ત કરી સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટ
વેરાવળ સોમનાથના પ્રજાજનો પાસેથી બાકી કરવેરાની કરોડોની રકમની વસુલાત કરવા નગરપાલિકા તંત્રએ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરીને બાકીદારોને વોરંટ નોટીસો ઈસ્યુ કરીને મિલકત જપ્તીની કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત 15 મિલકતો જપ્ત કરી સીલ મારી દેતા બાકીદારોમાં ફફડાટ પ્રસર્યો છે. આ કાર્યવાહીના પગલે એક જ દિવસમાં બાકીદારોએ આઠ લાખ જેવી રકમ ભરપાઈ કરી છે.
નગરપાલિકા તંત્રએ હાથ ધરેલ કાર્યવાહી અંગે માહિતી આપતા ચીફ ઓફીસર પાર્થિવ પરમાર અને ટેક્ષ અધિકારી સફીભાઈએ જણાવેલ કે, વેરાવળ સોમનાથના શહેરીજનો પાસેથી ગુરુવારની સ્થિતિએ હાઉસટેક્ષ, પાણી, સફાઈ, દિવાબતી વેરાની કુલ 25 કરોડ જેટલી રકમ બાકી છે. જેની વસુલાત કરવા માટે તાજેતરમાં બાકીદારોને ત્રણ હજાર જેટલી નોટીસો વોરંટો ઈસ્યુ કરવામાં આવ્યા હતા. તેમ છતાં બાકીદારો કરવેરાની બાકી રકમ ભરવામાં તસ્દી ન લેતા હોવાથી વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.
આ ઝુંબેશ અંતર્ગત એક દિવસમાં 9 દુકાનો, 3 ગોડાઉનો, 2 ઓફીસો અને 1 હોલને સીલ કરવામાં આવ્યા છે. બાકીદારોમાં મનહરલાલ ભટ્ટ, કાળુ વાળા, મોતીબેન ગોહેલ, મનહરલાલ ઝવેરી, હીમતલાલ, ચુનીલાલ ટાંક, શામજી વણીક, મહેન્દ્ર બોરખતરીયા, તારાચંદ્ર જેઠાનંદ, પ્રવીણ વડુકર, રાઇસ ડેવલોપર્સ, મેણશી વાસા, ભાવેશ ઠકરાર, કૌશલ્ય વર્ધમ અધૌગીક તાલીમ કેન્દ્ર, પીયુષ જોબનપુત્રાની મિલકતોને સીલ મારી જપ્ત કરવામાં આવી છે. જેથી ફફડેલા બાકીદારોએ એક જ દિવસમાં આઠ લાખ જેવી કરવેરાની રકમ ભરપાઈ કરી છે. આ ઝુંબેશની કાર્યવાહી ચાલુ રહેશે તથા બાકીદારોના નામ જોગ ઢંઢેરો પીટાવવાની અને નળ કનેકશન કાપવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0