વડોદરામાં નોરતાની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરા એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની  ધમકી મળી છે. આ ધમકી ઇમેઇલ દ્વારા આપવામાં આવી છે.  આ ધમકી મળતાં જ તપાસ એજન્સીઓ એલર્ટ બની છે. એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.