સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે
સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે
સમગ્ર ગુજરાતમાં અલગ- અલગ સ્થળ પર હાલ નવરાત્રીની ધામધુમથી ઉજવણી થઇ રહી છે. ખેલૈયાઓ પણ મન મુકીને નવરાત્રીની ઉજવણી કરી રહય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે કરવામાં આવેલા ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઇ હોવાની ઘટના સામે આવી છે. જ્યાં ગરબા આયોજકો અને બજરંગ દળ, VHPના કાર્યકર્તાઓ વચ્ચે તકરાર જોવા મળી હતી
ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલા એક ફાર્મહાઉસમાં એક દીવસીય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તમામને એન્ટ્રી આપવાનો મેસેજ મળતા બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ તિલક કરવા પહોચ્યા હતા. આ સમયે પોલીસ અને ગરબામાં રહેલા બાઉન્સરો સાથે ઘર્ષણ સર્જાયું હતું. પોલીસે જયારે તેમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યરે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.
https://x.com/AcharyaJay22_17/status/1842295168550269367
બજરંગ દળના કાર્યકર્તોએ જણાવ્યું કે અમે જયારે ગરમા આયોજનમાં તિલક કરવા માટે પહોચ્યા ત્યારે આયોજક કોણ છે તે અંગે કોઈ માહિતી હતી નહિ. અમને માહિતી મળી હતી કે આ આયોજનમાં અન્ય ધર્મના લોકએ આ ગરબાનું આયોજન કર્યું હતું.
આ ગરબા આયોજનમાં માત્ર સફેદ કપડા પહેરી જ ખેલૈયાઓ આવવાનું કેહવામાં આવ્યું હતું આ આયોજન નવરાત્રીના બીજા દિવસે યોજવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પોલીસ પણ હાજર હતા.
મળતી માહિતી મુજબ બજરંગ દળ અને VHPને આ ગરબાના આયોજનમાં અન્ય ધર્મના લોકો પણ ભાગીદારીમાં હોવાની માહિતી મળી હતી. જયારે બજરંગ દળના કાર્યકર્તા અહી તિલક કરવા માટે પહોચ્યા ત્યારે અહી હાજર સ્થાનિક પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ મામલે ઉગ્ર બોલાચાલી થતા મામલો વધુ બીચકયો હતો. અને પોલીસે લાઠી ચાર્જ કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0