પોરબંદરના સાંસદ અને કેબીનેટ મંત્રી મનસુખ માંડવીયાની રજુઆત રંગ લાવી
પોરબંદરના સાંસદ અને કેબીનેટ મંત્રી મનસુખ માંડવીયાની રજુઆત રંગ લાવી
કેશોદ અન્ડરબ્રિજની ઝડપી કામગીરી પૂર્ણ થાય તેવું શહેરીજનો ઇચ્છી રહ્યાં છે ત્યારે ગડર વાંકે અટકેલા અન્ડરબ્રિજના કામ માટે ઉપયોગમાં લેવાતાં ગડર આવી પહોંચતાં કેશોદના નગરશ્રેષ્ઠીઓ અને આગેવાનો સહિતનાઓએ ગડર ઉપર કુમ કુમ તિલક કરી આવકાર્યા હતાં. સાથે જ ટ્રકના ડ્રાયવર તેમજ આ કામમાં સહકાર આપનાર જીયુડીસી અને રેલવે વિભાગના ઇજનેરના હારતોરા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. ગડર આવતાં અન્ડરબ્રિજની કામગીરી માર્ચ મહિનામાં પુરી થાય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
કેન્દ્રિય મંત્રી મનસુખભાઇ માંડવિયાને ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવેલી રજૂઆત સફળ બનતાં પૂર્વ તરફના રહીશોએ ખુશી વ્યક્ત કરી હતી. આ અન્ડરબ્રિજ બનતાં શહેરીજનોની બંને દિશા તરફ અવરજવર કરવી સરળ બનશે. કેશોદ મધ્યે પસાર થતી રેલ્વે બ્રોડગેજ લાઈનને કારણે શહેર બે ભાગમાં વહેંચાઇ ગયું છે ત્યારે અંડરબ્રીજનુ કામ લાંબો સમય ચાલતાં પુર્વ દિશામાં થી શહેરી વિસ્તારમાં આવવાનું ટાળતાં ધંધા રોજગારને પણ મોટી અસર થઈ છે. કેશોદ એરપોર્ટ આંતરરાષ્ટ્રીય કક્ષાનું બની રહ્યું છે ત્યારે પુર્વ દિશામાંથી શહેરી વિસ્તારમાં ઝડપી વહન થઈ શકે એ દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0