જામનગર-ખંભાલીયા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. જામનગર આવતા કર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા રીક્ષામાં સવાર બને યુવકોના મોત નીપજયા હતા
જામનગર-ખંભાલીયા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો. જામનગર આવતા કર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા રીક્ષામાં સવાર બને યુવકોના મોત નીપજયા હતા
રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે. ગઈકાલે જ વડોદરામાં એક બસ પલટી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા હતા. જેમાં ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઇવર સહીત 2 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા, ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે.
મળતી માહિતી અનુસાર જામનગર-ખંભાલીયા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જ્યો હતો.જામનગર આવતા કર, ટ્રક અને રીક્ષા વચ્ચે ટક્કર થતા રીક્ષામાં સવાર બને યુવકોના મોત નીપજયા હતા,ફૂલ સ્પીડમાં આવતી કાર બેકાબુ થતા કરે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.
હાલ ઘટનાના CCTV પણ વાયરલ થયા છે. ત્રણેય વાહનોની ટક્કર એટલી ભયાનક હતી કે જેમાં રીક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માતમાં રીક્ષામાં સવાર બંને યુવકોના ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0