પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી શરુ થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલાશરૂ કરશે. આ વખતે 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી શરુ થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલાશરૂ કરશે. આ વખતે 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે.
પેરિસ ઓલિમ્પિક્સ 2024માં ભારતની શરૂઆત ગુરુવાર, 25 જુલાઈથી શરુ થશે. પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની 26 જૂલાઇના રોજ યોજાશે પરંતુ ભારત તેનું અભિયાન એક દિવસ પહેલાશરૂ કરશે. આ વખતે 117 સભ્યોની ભારતીય ટુકડી ગેમ્સમાં ભાગ લેવા જઈ રહી છે. ભારતની શરૂઆત તીરંદાજીથી થશે. જો કે, તીરંદાજીમાં ભારતને અત્યાર સુધી કોઈ મેડલ મળ્યો નથી.
પ્રથમ દિવસે તીરંદાજીમાં ભારતનું શિડ્યૂલ રહેશે. તેમાં મહિલા વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ બપોરે 1 વાગ્યાથી યોજાશે. તીરંદાજીમાં દીપિકા કુમારી, અંકિતા ભગત અને ભજન કૌર ભાગ લઈ રહી છે.જયારે સાંજે 5:45 કલાકે મેન્સ વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડ થશે. જેમાં બી ધીરજ, તરુણદીપ રાય અને પ્રવીણ જાધવ ભાગ લઈ રહ્યા છે.
પ્રથમ દિવસે તીરંદાજી ગેમ્સનું ભારતમાં Viacom 18 ના Sports18 અને DD Sports 1.0 પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય JioCinemaમાં પણ ઓલિમ્પિક્સનું લાઇવ સ્ટ્રીમિંગ થશે જે તમે બિલકુલ 'ફ્રી' જોઈ શકશો.
લંડનમાં 2012ના ઓલિમ્પિક બાદ પહેલીવાર હશે જ્યારે ભારતનાં તમામ 5 તીરંદાજી આ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. આ 5 ઇવેન્ટમાં ભારતના કુલ 6 ખેલાડીઓ ભાગ લેશે જેમાંથી 3 પુરૂષ અને 3 મહિલાઓ છે.
નોંધનીય છે કે અગાઉ 2020 ઓલિમ્પિક ટોક્યોમાં રમાઈ હતી. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે કુલ 7 મેડલ જીત્યા હતા. ટોક્યોમાં ભારતે એક જ ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો. આ 7 મેડલમાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થઇ છે. સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે ભારતીય ટીમ ટોક્યો ઓલિમ્પિકને પાછળ છોડીને નવો રેકોર્ડ બનાવવા માંગશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0