વાઇન શોપમાં પર્યટકોને કતારમાં લાંબો સમય ઉભું રહેવું પડે છે, આકર્ષણના કેન્દ્ર સમા આનંદ મેળો, ક્રાફ્ટ મેળો બંધ થતા પર્યટકોમાં ઘટાડો
વાઇન શોપમાં પર્યટકોને કતારમાં લાંબો સમય ઉભું રહેવું પડે છે, આકર્ષણના કેન્દ્ર સમા આનંદ મેળો, ક્રાફ્ટ મેળો બંધ થતા પર્યટકોમાં ઘટાડો
દીવમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના દિવસે ચાલુ વર્ષને વિદાય આપવા અને નવા વરસને આવકારવા અનેક પર્યટકો ઉમટી પડતા હોય છે, પરંતુ છેલ્લા બે વર્ષથી આ દિવસે પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે, જેના કારણે દિવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી ક્યાંક ફિક્કી પડેલી જોવા મળી હતી.
દર વરસે દીવમાં થર્ટી ફર્સ્ટના દિવસે સવારથી પર્યટકોનો ઘસારો જોવા મળતો હોય છે. દીવમાં થર્ટી ફર્સ્ટની રાત્રે જાણે કે દિવસ ઉગ્યો હોય તેમ લોકોમાં થનગનાટ જોવા મળતો હોય છે. તો અગાઉના વર્ષોમાં રાત સુધીમાં તો માનવ મહેરામણ ઉમટી પડતો હતો. જેના કારણે પોલીસ પણ આખો દિવસ ખડેપગે રહી ફરજ બજાવતી હતી. બ્રિજથી કિલ્લા સુધીનો માર્ગ અને નાગવા બીચ ઉપર પર્યટકો જ નજરે પડતા હતા પરંતુ છેલ્લાં બે વર્ષથી થર્ટી ફર્સ્ટ દીવમાં ફિક્કી લાગી રહી છે. જેનું એક મુખ્ય કારણ તો એ છે કે દીવમાં જે રીતે પહેલા દારૂ મળતો તે દારૂ હવે સરળતાથી નથી મળતો. વાઇનશોપમાં ખૂબ જ ભીડ હોય જેથી પર્યટકોને લાંબી કતારમાં લાંબો સમય ઉભું રહેવું પડે છે. તો બીજુ કારણ એ પણ છે કે, પહેલાં આનંદ મેળો, બંદર ચોકમાં ક્રાફ્ટ મેળો ભરાતો જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હતું. હવે આ મેળાનું આયોજન બંધ કરવામાં આવ્યું છે. જેની અસર માત્ર પર્યટકો પર જ નહિ સમગ્ર દીવ પર્યટન પર થઇ છે. દીવમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટેના બીજા કોઈ સારા સ્થળ ન હોય જેથી પર્યટકોએ દીવની મુલાકાત ટાળી હોય એવું લાગી રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0