કેરળના થ્રિસુર જિલ્લામાં કુથિરન નેશનલ હાઈવે પર એક લૂટની ઘટના બની હતી. લૂંટારાઓએ અહીં એક વેપારીને નિશાન બનાવ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો
કેરળના થ્રિસુર જિલ્લામાં કુથિરન નેશનલ હાઈવે પર એક લૂટની ઘટના બની હતી. લૂંટારાઓએ અહીં એક વેપારીને નિશાન બનાવ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો
કેરળના થ્રિસુર જિલ્લામાં કુથિરન નેશનલ હાઈવે પર એક લૂટની ઘટના બની હતી. લૂંટારાઓએ અહીં એક વેપારીને નિશાન બનાવ્યો. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જે કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.આ ઘટનાને લઈને વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.
કેરળના ત્રિશુરમાં એક વેપારી સાથે ફિલ્મી ઢબે લૂંટ ચલાવવામાં આવી છે. માહિતી અનુસાર, 3 કારમાં આવેલા શખ્સોએ વેપારી પાસેથી 2.5 કિલો સોનાની દાગીનાની લૂંટ ચલાવી અને 2 લોકોનું અપહરણ કરી લીધું. લૂંટની ઘટનાનો વીડિયો કારના ડેશકેમમાં કેદ થઈ ગયો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક ફ્લાયઓવર પાસે કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હતું, ત્યાં લૂંટારાઓએ પોતાની કારને રોકી અને વેપારીને ફિલ્મી ઢબે લૂંટી લીધો.
https://x.com/Awfulthings_X/status/1839329293920522667
માહિતી મુજબ લૂંટારાઓએ પહેલા વેપારીનો પીછો કર્યો બાદમાં લૂંટ ચલાવી. કાર આગળ કાર રોકી આરોપીઓએ વેપારી અને તેના મિત્રનું અપહરણ કર્યું. વેપારીની કારને ઘેરીને તેને કારમાંથી ઉતરવા કહ્યું અને પોતાની કારમાં બેસાડી લીધો. આ પછી રસ્તામાં લૂંટારાઓએ વેપારી અને તેના મિત્રને કારમાંથી ઉતારી દીધા અને ફરાર થઈ ગયા.
આ ઘટના 22 સપ્ટેમ્બરની હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ પાસે નોંધાયેલી ફરિયાદ અનુસાર, વેપારી અને તેના મિત્રનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું અને તેમની પાસેથી 2.5 કિલો સોનાના ઘરેણાં જેની કિંમત 1.84 કરોડ રૂપિયા હોવાનું કહેવાઈ રહ્યું છે, તે લૂંટી લીધા. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0