સેન્ટ્રલ ઝોનના URC-01 કક્ષાના વિજ્ઞાન મેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન મુખ્ય કન્વીનર રમેશ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૭૦, રામમઢી, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઝોનના URC-01 કક્ષાના વિજ્ઞાન મેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન મુખ્ય કન્વીનર રમેશ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૭૦, રામમઢી, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઝોનના URC-01 કક્ષાના વિજ્ઞાન મેળા-બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન મુખ્ય કન્વીનર રમેશ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા નં- ૧૭૦, રામમઢી, જહાંગીરપુરા, સુરત ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય સ્વાતિબેન સોસા, સુરત મહાનગર પાલિકાના ગાર્ડન સમિતિના અધ્યક્ષ ગીતાબેન સોલંકી, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના ઇન્ચાર્જ પ્રાચાર્ય સંજય બારડ, ઇ.ચા. ઉપશાસનાધિકારી નિમિષાબેન પટેલ, રાંદેર ઝોનના નિરીક્ષક રાગિણીબેન દલાલ, SMC સભ્યો અને વિવિધ દાતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરોક્ત તમામ મહાનુભાવોએ આયોજકોને સુંદર આયોજન બદલ શુભેચ્છા પાઠવી હતી. આ ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં રાંદેર-સેંટ્રલ ઝોનમાં સમાવિષ્ટ 12 સી.આર.સી. માં સમાવિષ્ટ જુદી જુદી અંદાજિત ૬૦ જેટલી શાળાના બાળ વૈજ્ઞાનિકો દ્વારા કુલ ૬૦ જેટલી કૃતિઓ રજુ કરવામાં આવી હતી. તમામ સ્પર્ધાઓમાં કુલ ૧૨૦ બાળ વૈજ્ઞાનિકો અને ૬૦ જેટલા માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો.
ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકો, માર્ગદર્શક શિક્ષકો અને શાળાઓને આયોજક યુ. આર. સી. કો-ઓર્ડિનેટર દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનીત કરવામાં આવ્યા. સદર પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓમાંથી શ્રેષ્ઠ કૃતિઓની પસંદગી માટે શારદા વિદ્યાલય ઇચ્છાપોરના શિક્ષક દિનેશ રાઠોડ, ડી.આર.રાણા વિદ્યાસંકુલના શિક્ષક મંજુબેન પટેલ, એન.એમ.ઝવેરી યુનિયન હાઇસ્કુલના આચાર્ય જયશ્રી એચ. દિવરાણીયા, ફૈઝ એ.એ. ચક્કીવાલા ગર્લ્સ હાઇસ્કુલના શિક્ષક તસ્નીમ બેગમ મોહ્સિનસૈયદ, એલ.એન.બી. દાળિયા હાઇસ્કુલના શિક્ષક અક્ષય અશોક પટેલ તથા દીપક બલદાનીયાએ નિર્ણાયક તરીકે જવાબદારી નિભાવી હતી. સૌ નિર્ણાયક મિત્રોને સ્મૃતિભેટ અને પ્રમાણપત્ર આપી આયોજકો દ્વારા એમનો ઋણ સ્વીકાર કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.
૬૦૦ થી વધુ વિદ્યાર્થીઓએ સદર પ્રદર્શનની મુલાકાત લઈ બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓ નિહાળી હતી અને સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સી. આર. સી. નીલેષાબેન દવે દ્વારા શાળા ક્રમાંક ૧૭૦ ના આચાર્ય કુંદનબેન પટેલ અને એમના સમગ્ર શાળા પરિવારે જે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો તેનો સહર્ષ ઋણ સ્વીકાર કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0