નાગાબાવાની રવેડીમાં શ્રી પંચ દશનામ આહવાન અખાડાના સાધુ સંતો સાથે જોડાયા
નાગાબાવાની રવેડીમાં શ્રી પંચ દશનામ આહવાન અખાડાના સાધુ સંતો સાથે જોડાયા
ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરના મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ દ્વારા પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં શાહી સ્નાન કર્યું હતું.
પ્રયાગરાજ ખાતે મહાકુંભ મેળામાં શ્રી પંચ દશનામ આહવાન અખાડા નેજા હેઠળ બે મહિના સુધી કુંભના મેળામાં આયોજન કરવામાં આવ્યું છે ત્યારે પ્રયાગ મહાકુંભ મેળામાં સમગ્ર વિશ્વભરમાંથી સાધુ સંતો અને શ્રદ્ધાળુ ઉમટી પડ્યા છે ત્યારે પ્રયાગ કુંભનો 144 વર્ષ બાદ આ અવસર પ્રાપ્ત થયો છે ત્યારે સૌરાષ્ટ્ર અને ગુજરાતનું ગૌરવ વધારતા ધોરાજીના અતિ પ્રાચીન એવા શ્રી પંચનાથ મહાદેવ મંદિરના મહંત સ્વામી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજ ધોરાજીથી સાથે નાગાબાવા સંન્યાસીઓ આચાર્ય તેમજ આહવાન અખાડાના પીઠાઘીશ્વર આચાર્ય સ્વામી મહામંડલેશ્વર અરુણગીરીજી મહારાજ તથા સંતો મહંતો અને ભાવિક ભક્તજનો જેમાં અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ગરીયાધરના હરૂભા ગોહિલ સાથે વિશાળ નાગાબાવાની રવેડી સાથે ગંગાના પાવન ઘાટ ઉપર વિશાળ શોભાયાત્રા સાથે હર હર ગંગેના નાદ સાથે શાહી સ્નાન કરવામાં આવેલું હતું. આ પ્રસંગે સ્વામી શ્રદ્ધાનંદ ગિરીજી મહારાજે જણાવેલ કે, સમગ્ર ભારતની અંદર પ્રયાગરાજનો કુંભ મેળો ખૂબ જ પ્રસિદ્ધ પામ્યો છે ત્યારે 144 વર્ષે મહાકુંભના અમૃતનો મહિમા ખૂબ જ અનેરો છે અને આ સમયે જે સ્નાન કરે તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે.
આ સાથે અનેક મહિમાઓ પણ કુંભની સાથે જોડાયેલા છે ત્યારે અખાડાના શાહી સ્નાન બાદ લોકો પણ મોટી સંખ્યામાં એટલે કે કરોડોની સંખ્યામાં લોકો શાહી સ્નાન કરવા પધારે છે અને વિશ્વભરના લોકો અને વિદેશી લોકો પણ એટલી જ મોટી સંખ્યામાં પધારે છે ત્યારે ગૌરવની વાત એ છે કે, ખુબ મોટી જન સંખ્યાની વચ્ચે પણ ઉત્તર પ્રદેશની સરકારના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી અને એમની ટીમ દ્વારા શાહી સ્નાનના કુંભમેળામાં બે મહિના સુધી જે સેવા આપવાના છે અને હાલમાં સેવા આપી રહ્યા છે જે અભિનંદનને પાત્ર છે તેમજ અહીં આવનારા લોકોને સાધુ-સંતોને કે આમ જનતાને તકલીફ ન પડે તેવી વ્યવસ્થા કરવા બદલ પ્રશાસનનો આભાર વ્યક્ત કર્યો હતો.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0