વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અઢારમો યુવક મહોત્સવ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી અંબાજી ખાતે યોજાશે
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અઢારમો યુવક મહોત્સવ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી અંબાજી ખાતે યોજાશે
વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના અઢારમો યુવક મહોત્સવ આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના સહયોગથી અંબાજી ખાતે યોજાશે . જેનો ઉદ્ઘાટન સમારોહ શુક્રવારે સવારે ૧૧ કલાકે અંબાજી ખાતે યોજાશે
૧૮મો યુવક મહોત્સવમાં કુલ ૨૯ જેટલી સ્પર્ધાઓ યોજાશે. જેમાં ૧૪ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને ચિત્ર તથા ૧૫ રમત ગમત સ્પર્ધાઓ યોજાશે. આ યુવક મહોત્સવમાં રાજ્યભરની ૩૪ સંસ્કૃત મહાવિદ્યાલયોના ૭૦૦ જેટલા ઋષિકુમારો ભાગ લેશે તથા મહાવિદ્યાલયોના પ્રાધ્યાપકો તથા નિર્ણાયકો ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પ્રકાશનોનું મંચસ્થ મહાનુભાવોનાં હસ્તે વિમોચન કરવામાં આવશે. આજે ૯ કલાકે અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયથી શક્તિદ્વાર થઈ ઉદ્ઘાટન સમારોહ સ્થળ (ગણેશ ભુવન) સુધી સંસ્કૃત શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે.
યુનિવર્સિટીના પદાધિકારીઓ, રાજ્યભરમાંથી પધારેલા તમામ સ્પર્ધકો, અધ્યાપકો/અધ્યાપિકાઓ અને કર્મચારીઓ આ યાત્રામાં ભાગ લેશે. આ સમારોહમાં મુખ્ય-અતિથિ તરીકે રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના પૂર્વકુલપતિ પ્રો.હરેકૃષ્ણ શતપથી, અધ્યક્ષરૂપે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના કુલપતિ પ્રો.સુકાન્ત કુમાર સેનાપતિ, વિશેષ-અતિથિરૂપે બનાસકાંઠા જીલ્લા કલેક્ટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજીના અધ્યક્ષ મિહિર પટેલ, સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પ્રો.લલિતકુમાર પટેલ અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી આમંત્રકરૂપે ઉપસ્થિત રહેશે .તથા સંયોજક તરીકે અંબિકા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય ડૉ.હિંમતભાઈ દવે, યુનિવર્સિટીના ડૉ.બી. ઉમા મહેશ્વરી, ડૉ.જયેશ મુંગરા, રવીન્દ્ર કાળે અને ડૉ.જિગર ભટ્ટ કામગીરી કરશે. આ તકે પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર ઉપસ્થિત રહેનાર હોવાનું એક યાદીમાં જણાવેલ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0