શેરબજારે રેકોર્ડબ્રેક શરૂઆત બાદ ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજારે તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિફ્ટીએ પ્રથમ વખત 25,900 તો સેન્સેક્સે પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે.
શેરબજારે રેકોર્ડબ્રેક શરૂઆત બાદ ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજારે તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિફ્ટીએ પ્રથમ વખત 25,900 તો સેન્સેક્સે પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે.
શેરબજારે રેકોર્ડબ્રેક શરૂઆત બાદ ફરી એક નવો ઈતિહાસ રચ્યો છે. સપ્તાહના પ્રથમ દિવસે ફરી એકવાર શેરબજારે તેના જૂના રેકોર્ડ તોડી નાખ્યા છે અને નિફ્ટીએ પ્રથમ વખત 25,900 તો સેન્સેક્સે પણ પ્રથમ વખત 84,800ને પાર કરી ગયો છે. આ પહેલા શુક્રવારે પણ સ્થાનિક બજારે નવા ટોચના સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો.
સેન્સેક્સ લગભગ 300 પોઈન્ટના વધારા સાથે 84,843.72 પોઈન્ટ પર ખુલ્યો, જે અગાઉના રેકોર્ડ હાઈ લેવલથી ઉપર છે. નિફ્ટીએ પણ 80 પોઈન્ટથી વધુના વધારા સાથે 25,872.55 પોઈન્ટની નવી ટોચે શરૂઆત કરી હતી. સવારે 9:25 વાગ્યે સેન્સેક્સ 285 પોઇન્ટના વધારા સાથે 84,825 પોઇન્ટની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 50 ઈન્ડેક્સ લગભગ 106 પોઈન્ટના વધારા સાથે 25,898.25 પોઈન્ટની નજીક હતો. નિફ્ટી ટ્રેડિંગની થોડી જ મિનિટોમાં 25,910.35 પોઈન્ટની ટોચને સ્પર્શવામાં સફળ રહ્યો હતો.
નિફ્ટી બેન્ક નજીવો ઉછાળો જોવા મળ્યો હતો, સાથે જ મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ મજબૂતી જોવા મળી રહી છે. નિફ્ટીમાં ટાટા સ્ટીલ, એચડીએફસી લાઇફ, ગ્રાસિમ ટોપ ગેઇનર્સમાં હતા. તે જ સમયે, વોડાફોન આઈડિયામાં પણ લગભગ 6% વધારો જોવા મળ્યો હતો.
શેરબજારમાં પ્રારંભિક ઉછાળા વચ્ચે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ, SBI, ગ્લેનમાર્ક, NIACL અને ગોદરેજ ઇન્ડિયાના શેરમાં તેજી જોવા મળી રહી છે. સાથે જ સ્મોલ કેપ કંપનીના HLV લિમિટેડ, SBFC શેર, VMart શેર અને DBL શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0