કોડીનારમાં કરે છે અનેક સેવાકાર્યો, પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઈ
કોડીનારમાં કરે છે અનેક સેવાકાર્યો, પ્રજાજનોમાં આનંદની લાગણી છવાઈ
કોડીનારના રહીશ અને કોળી સમાજનાં યુવા અગ્રણી રાજુભાઈ નારણભાઈ બાભણીયાની ફરી શિવસેના ગીર સોમનાથ જિલ્લાના પ્રમુખ તરીકે વરણી થયેલ છે. રાજુભાઈ વર્ષોથી શિવસેના સાથે સંકળાયેલા હોય તેમના કામથી પાર્ટીને સંતોષ હોય તેમની ફરી નિમણુંક કરવામાં આવી છે. રાજુભાઈ એક ગૌ શાળાનું સંચાલન પણ કરે છે જેમાં ૬૫ જેટલી ગાયોની સંભાળ રાખવામાં આવે છે.
આ ઉપરાંત રોડ પર અડિંગો જમાવીને બેસતા ઢોરના ડોકમાં રેડિયમનો પટ્ટો લગાવતાં રાત્રે થતા અકસ્માત અટકે છે. તો દિવાળી કે અન્ય તહેવારોમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોને મીઠાઈ, રમકડાં, કપડાં વિગેરે વસ્તુ આપીને માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપે છે, રાજુભાઈ કોડીનાર શહેરના દરેક ધાર્મિક તહેવારમાં પણ સૌથી અગ્રેસર રહે છે. ત્યારે રાજુભાઈ ફરી પ્રમુખ બનતાં પ્રજાજનોમાં પણ ભારે આનંદની લાગણી છવાઈ છે સાથે જ તેમનાં મિત્રમંડળમાંથી શુભેચ્છાઓ મળી રહી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0