સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યનું સુ-આયોજન
સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા સેવાકાર્યનું સુ-આયોજન
જાફરાબાદ તાલુકાના ભાડા ગામે રવિવારે સંત નિરંકારી ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર અને આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરવામાં આવેલ છે.
સંત નિરંકારી મીશન એક આધ્યાત્મિક વિચારધારા ધરાવતું મિશન છે. સાથે વૃક્ષારોપણ તેમજ કુદરતી આપત્તિ સમયે સમાજ તથા સરકારને મદદરૂપ બને છે રક્તદાન કેમ્પનું આયોજન તો સમગ્ર વર્ષ દરમિયાન જુદી જુદી બ્રાન્ચોમાં કરવામાં આવતું હોય છે અત્યાર સુધી ૧૩ લાખથી પણ વધુ યુનિટનું રક્તદાન મેળવી અનેકના જીવન બચાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે. ભાડા ગામે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા સદગુરૂ માતા સુદિક્ષાજી મહારાજની અસીમ કૃપાથી તા.૧૨ ના ભક્તિ પર્વ દિવસ નિમિત્તે રવિવારે બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી ભાડા પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડ ખાતે રક્તદાન શિબિરનુ આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પના આયોજનમાં ભાડા બ્રાન્ચના સંતોનો પૂર્ણ સહયોગ મળેલ છે તથા દાહોદથી મહાત્મા કાન્હાજી ગડરીયાની અધ્યક્ષતામાં સત્સંગનું આયોજન સાંજે ૬-૩૦ થી ૭ કલાક સુધી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ વેરાવળ ઝોનના ઝોનલ ઇન્ચાર્જ ભગવાનદાસ સોનૈયાના માર્ગદર્શન હેઠળ તેમજ ભાડા બ્રાન્ચના મુખી જીગ્નેશભાઈ મકવાણા તથા સમગ્ર વેરાવળ ઝોનના ભક્તો સેવાદારની ટીમો એ સફળ બનાવવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે તેમ કોડીનારથી નિપુલકુમાર મેરની યાદીમાં જણાવાયું છે. આ પરોપકારી તેમજ ધાર્મિક કાર્યક્રમોમાં ભાડા ગામના તમામ સમાજના આગેવાનો અગ્રણીઓ પદાધિકારીઓ તેમજ યુવા સંગઠન અને સામાજીક સંસ્થાઓ એ પણ ભરપૂર સહયોગ આપવા ખાત્રી આપેલ છે
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0