પાડોશીની પત્ની રિસાઈને ચાલી ગયા બાદ મૃતક યુવાનને જાણ હોવાની શંકાએ મિત્ર બેલડીએ ઢીમ ઢાળી દીધું, બંને શખ્સો સકંજામાં
પાડોશીની પત્ની રિસાઈને ચાલી ગયા બાદ મૃતક યુવાનને જાણ હોવાની શંકાએ મિત્ર બેલડીએ ઢીમ ઢાળી દીધું, બંને શખ્સો સકંજામાં
રંગીલુ રાજકોટ રક્તરંજીત બન્યું હોય તેમ અવાર નવાર નજીવા પ્રશ્રે ખુની ખેલ ખેલાઈ રહ્યા હોવાની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં આવેલા ચામુંડાનગરમાં પાડોશી યુવકની પત્ની રિસાઈને ચાલી ગયા બાદ પાડોશી યુવકને પત્નીની જાણ હોવાની શંકાએ મિત્ર બેલડીએ યુવાન સાથે ઝઘડો કર્યો હતો. અને યુવાન ચંદ્રેશનગરમાં હતો ત્યારે બન્ને શખ્સોએ યુવાન ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરી હતી. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
યુવકને મોતને ઘાટ ઉતારનાર બન્ને શખ્સોને પોલીસે સકંજામાં લઈ તપાસનો દૌર લંબાવ્યો છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર બાલાજી હોલ સામે આવેલા ચામુંડા નગરમાં રહેતો કમલેશ વિનોદભાઈ રાઠોડ નામનો ૨૪ વર્ષનો યુવાન ચંદ્રેશનગર વિસ્તારમાં હતો ત્યારે પાડોશમાં રહેતા નિલેશ જિલુભાઈ વાઘેલા અને તેના મિત્ર આશિષ ટાંક ઝઘડો કરી કમલેશ રાઠોડ ઉપર તિક્ષણ હથિયાર વડે હુમલો કર્યો હતો. હુમલામાં થવાયેલા કમલેશ રાઠોડને લોહીલુહાણ હાલતમાં ૧૦૮ મારફતે તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની સારવાર કારગત નિવડે તે પહેલા યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.
આ ઘટના અંગે જાણ થતાં માલવિયાનગર પોલીસ મથકનો સ્ટાફ ક્રાઈમ બ્રાંચ અને એસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતાં. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મેડીકલ કોલેજ ખાતે ખસેડ્યો હતો. પ્રાથમિક પુછપરછમાં મૃતક ક્રમલેશ રાઠોડ બે ભાઈમાં મોટો હતો અને સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કમલેશ રાઠોડની પાડોશમાં રહેતા નિલેશ વાઘેલાની પત્ની રિસાઈને ઘરેથી ચાલી ગઈ હતી જેથી નિલેશ વાઘેલાને રિસાઈને ચાલી ગયેલી પત્ની અંગે કમલેશ રાઠોડને જાણ હોવાની શંકાએ આજે સવારથી બન્ને વચ્ચે બોલાચાલી ચાલતી હતી. અને અંતે નિલેશ વાઘેલાએ મિત્ર આશિષ ટાંક સાથે કમલેશ રાઠોડને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું હોવાનું જાણવા મળ્યું છે.
મૃતક યુવકના નાના ભાઈનું સાત માસ પૂર્વે બાઈક અકસ્માતમાં મોત થયું 'તું
ચામુંડા નગરમાં રહેતા કમલેશ રાઠોડ નામના યુવકની પાડોશી પરણીતા રિસાઈને ચાલી ગયા બાદ તેની જાણ હોવાની શંકાએ પરણીતાના પતિએ મિત્ર સાથે મળી કમલેશ રાઠોડ ચંદ્રેશનગરમાં હતો ત્યારે તિક્ષણ હથિયારના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી હતી. મૃતક કમલેશ રાઠોડ બે ભાઈમાં મોટો અને અપરણીત હતો. કમલેશ રાઠોડના મોટાભાઈ કલ્પેશ રાઠોડનું સાત માસ પૂર્વે વૃક્ષ સાથે બાઈક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજ્યું હતું. અકસ્માતમાં નાના પુત્ર કલ્પેશ રાઠોડના મોત બાદ કમલેશ રાઠોડની કરપીણ હત્યા થતાં માતા- પિતાએ સાત મહિનામાં બન્ને કંધોતર ગુમાવતા પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0