ગાંધીનગરથી સોફ્ટવેર બંધ હોવાનું કહી મંજુરી નહીં મળી શકે તેવા જવાબ મળતા બાંધકામો બંધ પડયા
ગાંધીનગરથી સોફ્ટવેર બંધ હોવાનું કહી મંજુરી નહીં મળી શકે તેવા જવાબ મળતા બાંધકામો બંધ પડયા
ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં ઓજી વિસ્તારમાં બાંધકામોની મંજુરી આપવા તથા સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડની કામગીરી અંગે મુખ્યમંત્રી સહીતનાને લેખીત રજૂઆત કરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે એડવોકેટ મોરી દ્વારા કરાયેલી રજૂઆતમાં જણાવેલ કે, ઘણા સમયથી બાંધકામોની મંજુરી અંગેની અરજી હોય છેલ્લા ચાર મહિનાથી મંજુરીની કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો છે અને ગાંધીનગરથી સોફ્ટવેર બંધ છે, ટી.પી.માં સામેલ કરવાની માર્ગદર્શીકા ચાલુ છે એટલે મંજુરી નહીં મળી શકે થોડા સમય પછી આવો, તેવા જવાબ આપી રહ્યા છે. જેથી બાંધકામો બંધ પડી ગયા છે. કોઈ પણ પ્રકારની કામગીરી ચાલી રહી નથી અને રોજગારીમાં પણ અસર પડી છે. આ ઉપરાંત બિનખેતી પરવાનગી પણ બંધ હોવાનું રજૂઆતમાં જણાવી નકશા પ્રમાણિત થતા નથી. આ બાબતે વહેલી તકે આગળ કાર્યવાહી હાથ ધરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.
રજૂઆતમાં વધુમાં જણાવેલ કે, લોન માટે અરજી કરેલ લોકોને પ્રોપર્ટી કાર્ડના હિસાબે લોન નથી મળતી અને રજિસ્ટ્રેશન દસ્તાવેજ માટે પણ ટાઈટલ કલિયર માટે પ્રોપર્ટી કાર્ડની જરૂર પડે છે. તલાટી કમ મંત્રી મારફતે કિરાયો વસુલાત કરેલ હોય તો પણ માન્યતા ખોટી છે એવું કહેવાય છે અને ફરીથી કિરાયો વસુલાત કરે છે. બે નંબરની એન્ટી હોય તે માન્યતા ગણતા નથી અને ઉત્તરોત્તર દસ્તાવેજની નકલો મંગાવીને કામગીરીમાં વિલંબ થઈ રહ્યો છે. અરજદાર વીસ વર્ષ પહેલાં રજિસ્ટ્રેશન દસ્તાવેજ બનાવી લીધા હોય તો એની જરૂર પડે એવી હાલત ઉભી થઇ છે. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવા ઘટતી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ રજૂઆતની જાણ જિલ્લા કલેકટર, રેવન્યુ સચિવ ગાંધીનગર, સીટી સર્વે કચેરી સહીતના લાગતા વળગતાઓને કરવામાં આવી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0