પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે છે. તેમણે ગુરુવારે સવારે અહીં કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. પીએમ મોદીએ પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે છે. તેમણે ગુરુવારે સવારે અહીં કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. પીએમ મોદીએ પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજસ્થાનના બિકાનેરની મુલાકાતે છે. તેમણે ગુરુવારે સવારે અહીં કરણી માતા મંદિરની મુલાકાત લીધી અને પૂજા કરી. પીએમ મોદીએ પુનઃવિકસિત દેશનોક રેલ્વે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કર્યું. તેમણે 26 હજાર કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો. ઓપરેશન સિંદૂર પછી વડા પ્રધાન મોદીનો આ પહેલો જાહેર કાર્યક્રમ છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ અને મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ હાજર છે.
પીએમ મોદીએ બિકાનેર જિલ્લામાં રેલ્વે, માર્ગ, વીજળી, પાણી અને નવીનીકરણીય ઉર્જા ક્ષેત્રોમાં અનેક વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ પછી તેમણે બિકાનેર-મુંબઈ એક્સપ્રેસ ટ્રેનને પણ લીલી ઝંડી આપી. દેશમાં રેલ્વેને વધુ સુધારવાની પ્રક્રિયામાં પ્રધાનમંત્રીએ ૧૮ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૬ જિલ્લાઓમાં ૧,૧૧૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ૧૦૩ પુનઃવિકસિત અમૃત સ્ટેશનોનું ઉદ્ઘાટન કર્યું છે.
પીએમ મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેમનો આભાર પણ માન્યો. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ કહ્યું, “અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ૧૦૩ પુનઃવિકસિત રેલ્વે સ્ટેશનોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ૨૬,૦૦૦ કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સ માટે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર.
રાજસ્થાનને રેલવેની ભેટ મળી
પીએમ મોદીએ ૫૮ કિલોમીટર લાંબી ચુરુ-સદરપુર રેલ્વે લાઇનનો શિલાન્યાસ કર્યો. તેમણે સુરતગઢ-ફલોદી (336 કિમી), ફુલેરા-દેગાણા (109 કિમી), ઉદયપુર-હિંમતનગર (210 કિમી), ફલોદી-જેસલમેર (157 કિમી) અને સમદરી-બાડમેર (129 કિમી) રેલ્વે લાઇનના વિદ્યુતીકરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0