ઓવરલોડ મીઠું ભરીને અને તાલપત્રી વગર ચાલતા ડમ્પરમાંથી મીઠું ઢોળાવાથી પંચાયતે કરી ફરિયાદ
ઓવરલોડ મીઠું ભરીને અને તાલપત્રી વગર ચાલતા ડમ્પરમાંથી મીઠું ઢોળાવાથી પંચાયતે કરી ફરિયાદ
માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામે મીઠા ઉદ્યોગપતિના ડમ્પરોથી રોડ પર ઠેર ઠેર મીઠું ઢોરાવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
મળતી માહિતી અનુસાર, માળીયા મિયાણા તાલુકાના બગસરા ગામની હદ અને દરીયાકાંઠે મીઠાના અનેક નાના મોટા અગરો આવેલા છે, જેમાં મુખ્ય જયદીપ એન્ડ કંપનીના કાયમી પોતાના ડમફરો અને અમુક ભાળે રાખેલા ડમ્પરોથી ગામતળ અને સીમતળમાંથી પસાર થતા ડમફરો ઓવરલોડ મીઠું ભરીને અને તાલતત્રી વગર ચાલતા ટ્રક ડમફરો બગસરાથી વવાણીયા ગામ તરફ ચાલતા ડમ્પરોથી ઠેર ઠેર મીઠું રોડ પર ઢોરાવાથી ગામના ખેડૂતો તેમજ ગામલોકો અને સ્થાનિક ગામ પંચાયત દ્વારા અનેક લેખિત રજૂઆત તંત્રને અગાઉ કરી હતી
આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી અને આજની તારીખે પોતાના અંગત સ્વાર્થ માટે કરવામાં આવતા પરીવહન કરતા ડમ્પરોના લીધે અને રોડ પર મીઠું ઢોળાવાથી ગામલોકો અને ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે. સતત મીઠું ઢોળાતા ખેડવાણ જમીનો અને ગૌચરની જમીનમાં ખારાશ ફેલાવાથી ભયંકર નુકસાન થઇ રહ્યું છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0