જાગૃત નાગરિકે સ્ટેશનની પરિસ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
જાગૃત નાગરિકે સ્ટેશનની પરિસ્થિતિ દર્શાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો
સાવરકુંડલા રેલવે સ્ટેશનના સામેના પ્લેટફોર્મ પર જવા અંગેનો એક વિડિયો જાગૃત નાગરિક દ્વારા વાઈરલ કરવામાં આવ્યો છે જે સવારના સમય આસપાસનો છે. જેમાં રેલવે સ્ટેશન પર સામેના ટ્રેક પર એક ટ્રેન ઊભી છે અને લોકો રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ પરથી નીચે ઉતરી અથવા નીચે ચડીને પાટા ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. આમ તો સાવરકુંડલાના રેલવે સ્ટેશનને આધુનિક લેવલનું બનાવવાની વાત છે અને એ દિશામાં કામ ચાલુ હોય ત્યારે તંત્રનું ધ્યાન ઉપરોકત વિડિયોમાં દર્શાવેલ બાબત પર નહી ગયું હોય? તેવા સવાલો પણ જનતામાં ઉઠી રહ્યા છે.
વૃધ્ધજનો, બિમાર કે બાળકો સંદર્ભે વિચાર કરીને યુધ્ધના ધોરણે પ્લેટફોર્મની સામેની બાજુએ લોકો પાટા ક્રોસ કર્યા વગર અવરજવર કરી શકે તેવો રેલવે ફૂટ બ્રીજનું કામ અધૂરૂં હોય તો કોઈ દુર્ઘટના બને તે પહેલા તાત્કાલિક અસરથી યુધ્ધના ધોરણે પૂર્ણ થાય તે જરૂરી છે. શું તંત્ર પણ કોઈ દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે? લોકોમાં આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. હશે અને થશે એ કન્સેપ્ટ ભૂલીને ક્વિક એક્શન રિસ્પોન્સ સાથે કોઈ સકારાત્મક પગલા ભરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે. એટલું જ નહીં, અહીંથી પસાર થતા લોકોએ પણ સતર્કતા દાખવવી જોઈએ.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0