ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે આજે વધુ એક યશકલગી ઉમેરાશે. વાસ્વતમાં આજથી રાજ્યમાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાશે. મહેસાણામાં આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મૂકાશે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુકશે
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે આજે વધુ એક યશકલગી ઉમેરાશે. વાસ્વતમાં આજથી રાજ્યમાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાશે. મહેસાણામાં આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મૂકાશે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુકશે
ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે આજે વધુ એક યશકલગી ઉમેરાશે. વાસ્વતમાં આજથી રાજ્યમાં વધુ એક પ્રવાસન સ્થળ ઉમેરાશે. મહેસાણામાં આજથી ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મૂકાશે. રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ખુલ્લો મુકશે. પ્રવાસીઓને આકર્ષવા ધરોઈના કુદરતી સૌંદર્યમાં પ્રવાસન સ્થળ વિકસાવાયું છે. મહત્વનું છે કે, આ એડવેન્ચર ફેસ્ટ રૂપિયા 1000 કરોડના ખર્ચથી તૈયાર થયું છે. હવા, જમીન અને પાણીની એડવેન્ચર એક્ટિવિટી પણ તમને અહીં જોવા મળશે.
ધરોઈ એડવેન્ચર ફેસ્ટ દરમિયાન પ્રવાસીઓને રોકાવવા એસી ટેન્ટ સીટીની વ્યવસ્થા છે. મહત્વનું છે કે, ધરોઈ ડેમ વિસ્તાર કુદરતી સૌંદર્યના ખજાના થી ભરપૂર છે. આ સાથે અહીં ધરોઈ પ્રવાસે આવનાર પ્રવાસીઓ માટે રાત્રીરોકાણની વ્યવસ્થા છે. આ સાથે બોટિંગ, પેરાસેઇલિંગ, પેરામોટરિંગ, કલાઇમીંગ, બોલ્ડરીંગ એક્ટિવિટી અને ટ્રેકિંગ, હાઇકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઇકિંગ, સાયકલિંગ અને કેમ્પિંગ એક્ટિવિટી પણ અહીં જોવા મળશે.
ધરોઈ એડવેન્ચર ફેસ્ટ
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ ખાતે રાજ્યના પ્રથમ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું તા.23 મે, 2025ના રોજ સવારે 9:30 કલાકે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ગુજરાત પ્રવાસન વિભાગ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા-ATOAI દ્વારા ધરોઈ ખાતે સૌપ્રથમવાર આયોજિત આ ‘એડ્વેન્ચર ફેસ્ટ’માં જમીન, પાણી અને આકાશમાં રોમાંચક અનુભવો સાથેની 10થી વધુ એક્ટિવિટીઝ, રહેવા માટે અતિઆધુનિક સુવિધાઓયુક્ત AC ટેન્ટ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ ફેસ્ટમાં વિવિધ આકર્ષણો જેવા કે પાણીમાં પાવર બોટ અને પેરાસેઇલિંગ જેવી એક્ટિવિટીઝ જોવા મળશે. તેવી જ રીતે હવાઈ પ્રવૃત્તિમાં પેરામોટરિંગ તેમજ જમીન પર રોક ક્લાઈમિંગ અને બોલ્ડરિંગ, ટ્રેકિંગ અને હાઈકિંગ ટ્રેલ્સ, માઉન્ટેન બાઈકિંગ, સાઈકલિંગ, કેમ્પિન્ગ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. મંત્રી મુળુભાઈએ કહ્યું હતું કે, આ ફેસ્ટમાં ધરોઇ આવતા પ્રવાસીઓને એક યાદગાર અનુભવ મળે તે માટે સ્ટાર ગેઝિંગ અને ખગોળશાસ્ત્ર શિબિર, નેચર વોક અને ફોટોગ્રાફી ટૂર ઉપરાંત મનોરંજન માટે દરરોજ સાંજે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત પ્રવાસીઓના ઉત્તમ રહેઠાણ માટે અતિઆધુનિક AC ટેન્ટ સિટી જેમાં વિવિધ કેટેગરી જેવી કે દરબારી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ, ડિલક્સ ટેન્ટ સહિતના કુલ 21 ટેન્ટ અને અંદાજિત 100થી વધુ બેડની AC ડોર્મિટરી તેમજ જમવા સુવિધાઓ, સર્ટિફાઇડ રાઈડ, આગ સામે સુરક્ષાના પગલાં વગેરે વિવિધ સુરક્ષા સંબંધિત બાબતોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે. ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’માં બુકિંગ અને વધુ વિગતો www.gujarattourism.com, www.dharoiadventurefest.com અને www.bookmyshow.com વેબસાઇટ પરથી મેળવી શકાશે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0