અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ સવારે 6.30 વાગ્યે લાગી હતી.
અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ સવારે 6.30 વાગ્યે લાગી હતી.
અમદાવાદમાં નિર્માણાધીન સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર આગ લાગી. આ અકસ્માત આજે સવારે થયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આગ સવારે 6.30 વાગ્યે લાગી હતી. આગની માહિતી મળતા જ 14 ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવવામાં બે કલાકથી વધુ સમય લાગ્યો.આ આગના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે. સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશન પર લાગેલી આગે મોટા ભાગને પોતાની ઝપેટમાં લઇ લીધો હતો.
આગ કેવી રીતે લાગી?
આ અકસ્માત અંગે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRLC) દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે નિર્માણાધીન સ્ટેશનના એક ભાગમાં છતના શટરિંગમાં આગ લાગી હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગનું કારણ વેલ્ડીંગ સ્પાર્ક હોઈ શકે છે. હાલ શા કારણે લાગી તેની તપાસ કરવામાં આવી રહી છે. હાલ આગમાં કોઈ જાનહાનીના અહેવાલ સામે આવ્યા નથી.
NHSRLC અધિકારીઓ ઘટનાસ્થળે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ સ્ટેશન ૫૦૮ કિમી લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો એક ભાગ છે. આ પ્રોજેક્ટ ગુજરાત (૩૫૨ કિમી) અને મહારાષ્ટ્ર (૧૫૬ કિમી) ને આવરી લે છે અને મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ અને સાબરમતીમાં કુલ ૧૨ સ્ટેશનોનું આયોજન કરે છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0