ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નવા વર્ષ નિમિત્તે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. પરિવારના પાંચ સભ્યોની એક સાથે હત્યા કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નવા વર્ષ નિમિત્તે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. પરિવારના પાંચ સભ્યોની એક સાથે હત્યા કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના લખનઉમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં નવા વર્ષ નિમિત્તે એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. પરિવારના પાંચ સભ્યોની એક સાથે હત્યા કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટના પરિવારના એક સભ્ય દ્વારા કરવામાં આવી છે. લખનૌની હોટેલ શરણજીતમાંથી પરિવારના પાંચેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા.
આ મામલો પોલીસ સ્ટેશન નાકા વિસ્તારમાંથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અરશદ નામના યુવકે હોટેલ શરણજીતમાં તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી નાખી હતી. હત્યા પાછળ કૌટુંબિક વિવાદ હોવાનું કહેવાય છે. પોલીસે આરોપી અરશદની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીએ કૌટુંબિક ઝઘડાને હત્યાનું કારણ ગણાવ્યું હતું. જોકે સત્ય શું છે. પોલીસ હજુ આ અંગે તપાસ કરી રહી છે.
ચાર બહેનો અને માતાની હત્યા
આરોપી અરશદે તેની માતા અને ચાર બહેનોની હત્યા કરી હતી, જેમાં 9 વર્ષની આલિયા, 19 વર્ષની અલ્શિયા, 16 વર્ષની અક્સા અને 18 વર્ષની રહેમિન અસમાનો સમાવેશ થાય છે. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓ સાથે સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે ઘટના સ્થળેથી તમામ પુરાવા એકત્ર કર્યા છે.
આગ્રાથી લખનૌ પહોંચ્યા
જણાવવામાં આવી રહ્યું છે કે અરશદ ગઈકાલે રાત્રે આગ્રાથી લખનઉ તેના આખા પરિવાર સાથે ગયો હતો, જ્યાં તે હોટલ શરણજીતમાં રોકાયો હતો. તેણે હોટલમાં જ આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. અરશદ અને તેનો આખો પરિવાર આગ્રાના રહેવાસી છે, જ્યાં તેઓ ઇસ્લામ નગરના ટિહરી બગીયાના કુબેરપુરમાં રહે છે. આ ઘટના અંગે ડીસીપીનું નિવેદન પણ સામે આવ્યું છે.
ઘટના અંગે પોલીસે શું કહ્યું?
“આજે હોટલ શરણજીતના એક રૂમમાંથી પાંચ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આગરાના રહેવાસી આશરે 24 વર્ષના અરશદ નામના વ્યક્તિની ધરપકડ કરી. પ્રાથમિક પૂછપરછમાં જ તેણે હત્યાની કબૂલાત કરી હતી. તેણે જણાવ્યું કે પારિવારિક વિવાદને કારણે તેણે તેની ચાર બહેનો અને માતાની હત્યા કરી હતી. "પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે."
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0