પાકિસ્તાનના અશાંત પ્રાંત તરીકે ઓળખાતા બલૂચિસ્તાન પ્રાંતમાં સતત આતંકી હુમલાઓ થતા રહે છે. શુક્રવારની વહેલી સવારે, આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ બલૂચિસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની અનેક ખાણો પર ગોળીબાર કર્યો હતો,
પાકિસ્તાનના અશાંત પ્રાંત તરીકે ઓળખાતા બલૂચિસ્તાન પ્રાંતમાં સતત આતંકી હુમલાઓ થતા રહે છે. શુક્રવારની વહેલી સવારે, આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ બલૂચિસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની અનેક ખાણો પર ગોળીબાર કર્યો હતો,
પાકિસ્તાનના અશાંત પ્રાંત તરીકે ઓળખાતા બલૂચિસ્તાન પ્રાંતમાં સતત આતંકી હુમલાઓ થતા રહે છે. શુક્રવારની વહેલી સવારે, આધુનિક હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ બલૂચિસ્તાનના ડુકી જિલ્લામાં કોલસાની અનેક ખાણો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 20 કામદારોના મોત થયા હતા જ્યારે ઘણા ઘાયલ થયા હતા. જો કે હજુ સુધી કોઈપણ સંગઠન તરફથી હુમલા અંગે કોઈ માહિતી મળી નથી.
સ્થાનિક અધિકારીઓએ આ હુમલા વિશે જણાવ્યું કે શુક્રવારે સવારે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલુચિસ્તાન પ્રાંતમાં કોલસાની અનેક ખાણો પર અચાનક થયેલા આતંકવાદી હુમલામાં 20 કામદારો માર્યા ગયા અને છ અન્ય ઘાયલ થયા. ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
રોકેટ અને ગ્રેનેડ સાથે ખાણ પર હુમલો
જિલ્લા રાજકીય વડા હાજી ખૈરુલ્લા નાસિરે આ ઘટના વિશે મીડિયાને જણાવ્યું હતું કે આ ઘટના બલૂચિસ્તાન પ્રાંતના ડુકી જિલ્લામાં બની હતી, જ્યાં અજાણ્યા હુમલાખોરોએ હેન્ડ ગ્રેનેડ વડે ઓછામાં ઓછી 10 કોલસાની ખાણોને નિશાન બનાવી હતી, જેમાં કામદારોને મારવામાં આવ્યા હતા. ઘણા કામદારો ઘાયલ પણ થયા છે.
ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર
તેમણે એમ પણ કહ્યું કે સશસ્ત્ર હુમલાખોરોએ ઘટનાસ્થળેથી ભાગતા પહેલા ખાણો અને મશીનરીને આગ લગાવી દીધી હતી. જિલ્લા પોલીસે જણાવ્યું હતું કે હુમલાખોરોએ ખાણ કબજે કરી લીધું હતું. ત્યારબાદ કોલસાની ખાણના કેટલાક કામદારો એકઠા થયા અને તેમના પર પણ ગોળીબાર કર્યો.
પોલીસે જણાવ્યું કે હુમલામાં ઘાયલ થયેલા મજૂરો અને મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં ઘાયલોમાંના ઘણાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. તેમનું કહેવું છે કે મોટાભાગના પીડિતો બલૂચિસ્તાન પ્રાંતના જુદા જુદા જિલ્લાના રહેવાસી હતા. જોકે, આ હુમલાની જવાબદારી કોઈ જૂથે લીધી નથી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0