કોમેડિયન કુણાલ કામરાના એક વીડિયો બાદ ઘણો હોબાળો થયો હતો. કોમેડિયનએ પોતાના વીડિયોમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, ત્યારબાદ કામરાનો વીડિયો જ્યાં શૂટ કરવામાં આવ્યો હતો તે જગ્યાએ તોડફોડ કરવામાં આવી હતી.