કેશોદના બસ સ્ટેન્ડ પાસે વેરાવળ રોડ પર મહેશનગર વિસ્તારમાં આવેલ યુ.કે.વાછાણી મહિલા કોલેજની હોસ્ટેલ ખાતેથી મેંદરડા સામાકાંઠા વિસ્તાર અજાબ રોડ ખાતે રહેતાં પરિવારની સગીરાને અજાણ્યો શખ્સ બદઈરાદાથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી
કેશોદના બસ સ્ટેન્ડ પાસે વેરાવળ રોડ પર મહેશનગર વિસ્તારમાં આવેલ યુ.કે.વાછાણી મહિલા કોલેજની હોસ્ટેલ ખાતેથી મેંદરડા સામાકાંઠા વિસ્તાર અજાબ રોડ ખાતે રહેતાં પરિવારની સગીરાને અજાણ્યો શખ્સ બદઈરાદાથી અપહરણ કરી ગયો હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવતાં કેશોદ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૩૭(૨) હેઠળ ગુનો નોંધી કેશોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. પી.એ.જાદવ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કેશોદ ખાતે આવેલ મહેશનગર વિસ્તારમાં આવેલ યુ.કે. વાછાણી મહિલા કોલેજની હોસ્ટેલ આસપાસના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ તપાસી અજાણ્યા અપહરણકારની ઓળખ કરી તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
Comments 0