જેતપુર નગરપાલિકાની દબાણ હટાવ શાખાએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી જેમાં ટ્રાફિકમાં અડચણરૂપ રેકડી, કેબીનો, ચાના કાઉન્ટર સહિતની સામગ્રી કબજે કરી છે.

પાલિકાની દબાણ શાખાની ટુકડીએ દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી અને શહેરના સારણપુલથી લઈને સરદાર ચોક સર્કલ સુધીના માર્ગે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી માર્ગ પર પડતર પડી રહેલી રેકડી, કેબીનો, કબજે કરવામાં આવી હતી. જેથી ગેરકાયદે કબ્જો કરી બેસેલા લેભાગુ તત્વો પર રીતસરનો રેલો આવ્યો છે.
જેતપુર નગરપાલિકા તંત્ર મોડું તો મોડું પણ આખરે જાગ્યું છે અને ટ્રાફિકમાં અડચણરૂપ બની રહેલા દાબનો પર ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. તંત્ર એ ઓટલા અને પતરા પર, રેકડીઓ તેમજ કેબીનો હટાવવાનું ચાલુ કર્યું હતું. જો કે, ગરીબ વેપારીઓએ તો આગળ દિવસે જ પોતાનો ધંધો સકેલી લીધો હતો અને સ્વેચ્છાએ જ જગ્યા છોડી દીધી હતી. ત્યારે જુનવાણી કેબીનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. જેમાં નાયબ મામલતદાર, ચિફઓફિસર, PI, PSI સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
નગર પાલીકાએ વહેલી સવારથી જ અલગ અલગ ટિમો ઉતારી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં ટ્રાફિકને અડચણરૂપ મુખ્ય રોડ ચારણના પુલથી સરદાર ચોક સુધી JCB અને ટ્રેકટર, સહિતના વાહનો લઈને દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0