જિલ્લા કલેકટરની નિશ્રામાં ઝુંબેશરૂપે થયેલી કામગીરીને પરિણામે 102 કાર્યો પૂર્ણ
જિલ્લા કલેકટરની નિશ્રામાં ઝુંબેશરૂપે થયેલી કામગીરીને પરિણામે 102 કાર્યો પૂર્ણ
ગીર સોમનાથ જિલ્લાના છેવાડાના નાગરિકો સુધી રાજ્ય સરકારીની વિવિધ વિકાસલક્ષી યોજનાના કામોની સુવિધા ઉપલબ્ધ થાય તથા લોકોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુથી જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રૂ.૨૦૧.૩૫ લાખના ૧૦૨ કામોનું સામૂહિક લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વેરાવળ, સુત્રાપાડા, તાલાલા, ઉના, કોડિનાર, અને ગીરગઢડાના વિવિધ અધિકારીઓ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં લોકાર્પણ કાર્યો કરવામાં આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા જે-તે ગામના સરપંચ, તલાટી સહિતના પદાધિકારીઓ સાથે સમયાંતરે કરેલી બેઠકોના આધારે લોકો માટેના કાર્યો ઝડપથી પૂર્ણ થાય અને લોકાર્પિત થાય તે માટેનો ઉપક્રમ જિલ્લામાં અપનાવાયો છે.
જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચનાનુસાર વર્ષ ૨૦૨૨-૨૩ થી વર્ષ ૨૦૨૪-૨૫ સુધીના વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિવિધ યોજનાઓ જેવી કે, ૧૫ ટકા વિવકાધિન, ૫ ટકા પ્રોત્સાહક, ધારાસભ્ય ફંડ, રાષ્ટ્રીય તહેવાર, એ.ટી.વી.ટી. તેમજ સાંસદ ફંડ અંતર્ગત જિલ્લા આયોજન કચેરી દ્વારા આયોજિત કરવામાં આવેલ રૂ. ૨૦૧.૩૫ લાખના જનઉપયોગી ૧૦૨ કામો જનહિતાર્થે ખુલ્લા મુકાયા હતાં. સમગ્ર જિલ્લામાં મંજૂર કરવામાં આવેલા કામોમાં સી.સી. રોડ, પેવર બ્લોક, ગટર, અ.જા. વિસ્તારમાં આંગણવાડી ફરતે કમ્પાઉન્ડવોલ, શૌચાલય સહિતના કામનો સમાવેશ થાય છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0