ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કેરન સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદીઓ દ્વારા ઘૂસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે ભારત-પાકિસ્તાન સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં સેનાએ અત્યાર સુધીમાં ત્રણ ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓને ઠાર કર્યા છે