દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝમાંથી રૂ. ૪.૩૨ લાખનો ૬ હજાર લિટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સીઝ
દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝમાંથી રૂ. ૪.૩૨ લાખનો ૬ હજાર લિટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ સીઝ
કેશોદ પંથકમાં એલડીઓ બાયો ડિઝલના પંપોનો રાફડો ફાટયો છે. જવાબદાર તંત્રની આંખમાં ધુળ નાખીને નિયમો નેવે મુકી સરેઆમ લકઝરી બસો ડમ્પરો ટ્રકોમાં જેસીબી ટ્રેકટરોમાં ઈંધણ તરીકે ભરી આપી કાળી કમાણીનો ધિકતો ધંધો ચાલી રહ્યો છે. સ્થાનિક તંત્ર ભલામણોના ભાર હેઠળ નિષ્ઠાપૂર્વક કાર્યવાહી હાથ ધરતી ન હોય ત્યારે સ્ટેટ મોનીટરીંગ સ્કવોડ, ગાંધીનગર પુરવઠા વિભાગ અને જીલ્લા પોલીસની સ્કવોડ દ્વારા રંગેહાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે ધંધાર્થીઓ છટકી જતાં હોય છે અને હાજર કર્મચારીઓ ઝડપાઈ જતાં હોય છે. રાજ્ય કક્ષાની ટુકડીઓ તપાસ કરી સ્થાનિક તંત્રને કામગીરી સોંપી દીધા બાદ સત્તાધારી પક્ષના વોશિંગ મશીનમાં ઉજળા બની ફરીથી ધંધો શરૂ કરી નાખે છે.
ભારતીય વિદેશી દારૂના ધંધાની માફક બાયો ડિઝલના ધંધામાં રોજ નિતનવી યુક્તિઓ વાપરવામાં આવે છે. ગાંધીનગર ખાતેથી પુરવઠા વિભાગના અધિકારીઓ કેશોદ ખાતે આવી ચડતાં તપાસમાં બહાર આવેલી ગેરરીતિઓને લઈને કાયદેસરની કાર્યવાહી કેશોદ મામલતદાર કચેરીને સાથે રાખીને કરવામાં આવી હતી. કેશોદથી અગતરાય તરફ જતાં નેશનલ હાઈવે ચોકડી પર આવેલ દ્વારકાધીશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી ઉપર રેડ કરી રૂ. ૪.૩૨ લાખની કિંમતનો ૬ હજાર લિટર શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ સિઝ કરાયેલાં જથ્થાના નમુનાઓ લઈ એફએસએલ ખાતે મોકલવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.
ગાંધીનગર પુરવઠા તંત્રએ જુનાગઢ જીલ્લાના પાણીધ્રા, જડકા, ખડિયા સહિતના એલડીઓનું વેંચાણ કરતાં સ્થળોએ તપાસ હાથ ધરી હતી. સરકાર દ્વારા ફરિયાદ કરવા માહિતી આપવા ઉપરાંત સ્ટેટ મોનીટરીંગ સ્કવોડ દ્વારા રાઉન્ડ ધ કલોક જાણ કરવા નંબર જાહેર કરવામાં આવતાં અને ગુપ્તતા જાળવવામાં આવતાં લોકોનો આત્મવિશ્વાસ વધ્યો છે અને ઉચ્ચ કક્ષાએ માહિતી પહોંચતી કરવામાં આવે છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર માતેલાં સાંઢની માફક દોડતી લકઝરી બસો, ડમ્પરો, જેસીબી જેવા ભારે વાહનોની ફયુઅલ ટેન્કમાં રોકાવીને તપાસ કરવામાં આવે તો અડધોઅડધ વાહનો બાયો ડીઝલને ગેરકાયદેસર ઈંધણ તરીકે વાપરતાં ઝડપાઈ શકે એમ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0