સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી રહી છે. લૂંટ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન ભારતે સીરિયામાંથી 75 ભારતીય નાગરિકોને બહાર કાઢ્યા છે.