રાજકોટમાં ભારે વરસાદના પગલે પત્ની સાથે સ્થળાંતર કરતા પ્રૌઢ અને જેતપુરના રૂપાવટી ગામે યુવક વરસાદી પાણીમાં તણાતા મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે
રાજકોટમાં ભારે વરસાદના પગલે પત્ની સાથે સ્થળાંતર કરતા પ્રૌઢ અને જેતપુરના રૂપાવટી ગામે યુવક વરસાદી પાણીમાં તણાતા મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે
રાજ્યભરમાં મેઘ તાંડવ સર્જાયું છે. ત્યારે નાના ગામડાથી લઈ મોટા શહેરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે સતત ત્રણ દિવસથી વરસી રહેલા વરસાદમાં રાજ્યમાં ૧૫ લોકોના મોત નીપજ્યા છે. ત્યારે રાજકોટમાં ભારે વરસાદના પગલે પત્ની સાથે સ્થળાંતર કરતા પ્રૌઢ અને જેતપુરના રૂપાવટી ગામે યુવક વરસાદી પાણીમાં તણાતા મોત નિપજ્યાની ઘટના પ્રકાશમાં આવી છે. યુવક અને – પ્રૌઢના મોતથી બંને પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં કેનાલ રોડ ઉપર લલુડી વોકળી પાસે રહેતા અને ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ ભગવાનભાઈ તન્ના નામના ૪૫ વર્ષના પ્રૌઢ પોતાના ઘર પાસે હતા. ત્યારે ધોધમાર વરસાદના વહેતા પાણીના વહેણમાં તણાયા હતા અને અશ્વિનભાઈ વહેતા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
આ ઘટના અંગે જાણ થતાં 108 અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને રેસ્ક્યુ કરી બેભાન હાલતમાં તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કાર્યક્રમ કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઘટના અંગે જાણ થતા ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને પ્રૌઢના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મેડિકલ કોલેજ ખાતે ખસેડયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક અશ્વિનભાઇ પત્નિ લીલાબેન સાથે રહેતાં હતાં.તેઓ ફેરી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં હતાં. આગલી રાતે જ સગા સંબંધીઓએ તેમને ઘર છોડીને નીકળી જવા કહ્યું હતું. પરંતુ રાતે નીકળી શકાય તેમ ન હોઇ સવારે તેઓ સગાના ઘરે જવા નીકળ્યા ત્યારે આ બનાવ બન્યો હતો.
આ ઉપરાંત જેતપુર તાલુકાના રૂપાવટી ગામમાં ૨૭ વર્ષીય પિયુષ સાદીયાનું વરસાદી પાણીમાં તણાઈ જવાને કારણે મોત નિપજ્યું છે. યુવકના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો છે ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0