જેતપુરમાં લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટીના સાધનો વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. જેમાંથી 1.33 લાખના ફટાકડા જપ્ત કરાયા છે. અગાઉ જેતપુરમાંથી ઝડપાયેલ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીના તાર મળે તેવી શક્યતા છે.
જેતપુરમાં લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટીના સાધનો વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. જેમાંથી 1.33 લાખના ફટાકડા જપ્ત કરાયા છે. અગાઉ જેતપુરમાંથી ઝડપાયેલ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીના તાર મળે તેવી શક્યતા છે.
જેતપુરમાં લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટીના સાધનો વગર ચાલતું ફટાકડાનું ગોડાઉન ઝડપાયું છે. જેમાંથી 1.33 લાખના ફટાકડા જપ્ત કરાયા છે. અગાઉ જેતપુરમાંથી ઝડપાયેલ ગેરકાયદે ચાલતી ફટાકડાની ફેકટરીના તાર મળે તેવી શક્યતા છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગત મુજબ, રાજકોટ રૂરલ એસઓજીએ જેતપુર જુનાગઢ રોડ પર જલારામ મંદિર પાછળ આવેલા ગોડાઉનમાં દરોડો પાડયો હતો અને રૂપિયા 1,33,480 ની કિંમતના ફટાકડા કબજે કર્યા હતા. ગેરકાયદે રીતે કોઈ પણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા કે સેફટીના સાધનો વગર ફટાકડા ગોડાઉનમાં રાખ્યા હતા. સ્થળ પર હાજર રમેશ લક્ષ્મીચંદ ભાગવાણીની પોલીસે પૂછપરછ કરી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, આ ગોડાઉન ધોરાજી ખાતે રહેતા હિતેશ છાંટાણીનું છે અને રમેશ અહીં કામ કરે છે.
જ્યારે આ ગોડાઉન કલ્પેશે ભાડે રાખ્યું છે. તેની.પાને ફટાકડા રાખવા માટેનું કોઈ લાયસન્સ કે સેફ્ટીના સાધનો નથી. જેથી પોલીસે ફટાકડા કબજે કરી અને ગુનો દાખલ કર્યો હતો. માનવ જિંદગી જોખમાય તેવું બેદરકારી ભરેલ કૃત્ય બદલ આરોપી કલ્પેશ ભાગનાણી વિરુદ્ધ ભારતીય ન્યાય સહિતા 2023 ની ક.125,287, મુજબ પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0