ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગરમ કપડાંનું વિતરણ કરાયું
ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્યે ગરમ કપડાંનું વિતરણ કરાયું
કડકડતી ઠંડીમાં જ્યારે ગરીબ અને અતીજરૂરિયાતમંદ લોકો ઠંડીથી ધ્રુજી રહ્યા હોય ત્યારે દિનેશ બાલચંદ સુંદરજી દોશી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સેવાકાર્ય ખરેખર પ્રશંસનીય છે. ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા અને આસપાસના વિસ્તારોમાં રહેતા હજારો લોકોને ગરમ કપડાનું વિતરણ કરીને માનવતાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી, પરાગભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ આ સેવાકાર્યને સફળ બનાવવામાં આવ્યું છે.
તેમણે જણાવ્યું કે, આ કડકડતી ઠંડીમાં ગરીબ અને અતિ જરૂરિયાતમંદ લોકોને થોડી રાહત મળે તેવા હેતુથી આ સેવાકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા ઉદારતા ચેરીટેબલ ટ્રસ્ટના ૧૦૦ બાળકોને ગરમ કોટ અને સાવરકુંડલાના નગરવાસીઓને બ્લેન્કેટ વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મધરાત્રે ૫૦૦ જેટલા લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ સેવાકીય મહાયજ્ઞના પુનિત કાર્યમાં કાર્તિકભાઇ મહેતા, પ્રફુલગીરી ગોસાઈ, ધારાબેન ગોહિલ અને સતીશ પાંડે જેવા સેવકો દ્વારા સક્રિય સેવા સહયોગ પ્રાપ્ત થયો હતો હતો. તેમના આ સેવાકીય કાર્યથી સમાજસેવાની ભાવનાને પોષણ મળતાં ઉંચેરી ઉડાન માટે નવ પલ્લવિત પાંખો પ્રાપ્ત થઈ છે.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0