વિદ્યાર્થીનીઓની અદ્દભુત તલવાર બાજી નિહાળી મહેમાનો મંત્રમુગ્ધ બન્યા
વિદ્યાર્થીનીઓની અદ્દભુત તલવાર બાજી નિહાળી મહેમાનો મંત્રમુગ્ધ બન્યા
ઊનાના વેરાવળ રોડ બાયપાસ નજીક આવેલી વિજય પબ્લિક સ્કૂલના સ્ટેજ ઉપર યોજાયેલા દ્વિદિવસીય વાર્ષિકોત્સવમાં છાત્રો, શિક્ષકો, સંચાલકોએ સાથે મળીને સ્ટેજ ઉપર અલૌકિક અનુભવો સાથે આકર્ષક લોકસાહિત્ય, ધાર્મિક અને આધ્યાત્મિક અને ગુજરાતની ગૌરવ સમાન રાસ ગરબા સ્પર્ધાત્મક કાર્યક્રમો રજુ કર્યા હતા.
ઉનાના અગ્રણી વેપારી વિજય પબ્લિક સ્કૂલ તેમજ શ્રુતિ વિધાલયના માલિક વિજયભાઈ જોષી તેમજ શાળા સંચાલક ડો.પ્રિન્સ જોષીના માર્ગદર્શક હેઠળ ગત શુક્ર અને શનિવારે કેજીથી નર્સિંગ કોલેજ સુધીના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના છાત્રોએ આધ્યાત્મિક વિચારો અને અનુભવોની કાઠિયાવાડી પરંપરાગત રીતે રંગબિરંગી થીમ મ્યુઝિક પ્રસ્તુત ગુજરાતી સાહિત્યની રમઝટ સાથે વિવિધ કૌશલ્ય સાથે કૃતિઓ રજૂ કરી હતી. તેમજ દિકરીઓની અદ્દભુત તલવાર બાજી નિહાળી વાલીગણ, શિક્ષકો, આમંત્રિત મહેમાનો મંત્રમુગ્ધ બન્યા હતા. સાથે જ શાળા સંચાલક ડો. પ્રિન્સ જોષીએ ઈંગ્લીશ સોંગ ગાઈ સ્ટેજ પર છાત્રો સાથે ડાન્સ કરી વિદ્યાર્થીઓના શારીરિક વિકાસ નિતીવાન મનુષ્ય સમાજના ધડતરની અનુભુતિ કરાવી હતી.
આ તકે ઊના વિસ્તાર નાં ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ડાયાભાઈ જાલોધરા ઊના પીઆઈ મહેન્દ્રસિંહ રાણા, અમરેલી જીલ્લા પ્રમુખ ચેતન ભાઈ શિયાળ જાફરાબાદ તેમજ ઉનાના નામાંકિત ડોક્ટર, વકીલ, ખાનગી શાળા એસો.ના હોદેદારો, સામાજિક સંસ્થાઓના આગેવાનો વેપારી અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0