વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે
વાવ વિધાનસભાની પેટા ચુંટણીનું ૧૩ નવેમ્બરના મતદાન થયા બાદ બધાની નજર ચુંટણીનાં પરિણામ પર હતી. ત્યારે આજે સવારે 8 વાગ્યાથી સૌથી પહેલાં પોસ્ટલ બેલેટની ગણતરી બાદ ઈ.વી.એમના રાઉન્ડની મત ગણતરી હાથ ધરાઇ છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચેના ત્રિકોણીયા જંગ જામ્યો છે. ત્યારે વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ ગઈ છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 1300 મતથી જીત થઇ છે.
આ બેઠક પર 13મી નવેમ્બર, 2024ના રોજ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ત્રિપાંખિયો જંગ જોવા મળ્યો હતો. ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે મુખ્ય જંગ છે.
વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં વાવ, સુઈગામ અને ભાભર તાલુકાના 179 ગામોના 321 બુથો પર 70.54 % ટકા મતદાન થયું હતું. 3 લાખ 10 હજાર 681 મતદારોએ પૈકી 2 લાખ 19 હજાર 266 મતદારોએ પોતાનો મત આપ્યો હતો. જેમાં 1 લાખ 20 હજાર 619 પુરુષ અને 98 હજાર 647 મહિલા મતદારોએ મત આપ્યો હતો
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0