બદલાપુર અને અકોલા બાદ હવે મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે
બદલાપુર અને અકોલા બાદ હવે મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે
મહારાષ્ટ્રમાં ફરી એકવાર બળાત્કારની ઘટના સામે આવી છે. બદલાપુર અને અકોલા બાદ હવે મુંબઈમાં 13 વર્ષની છોકરીને હવસનો શિકાર બનાવવામાં આવી છે. મુંબઈના વાકોલામાં 13 વર્ષની સગીર બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. આ પછી વાકોલા પોલીસે 21 વર્ષીય યુવક વિરુદ્ધ બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો અને તેની ગોરેગાંવથી ધરપકડ કરી.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ, આરોપી અને પીડિતા પહેલા સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બન્યા હતા, ત્યારબાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. આ પછી આરોપી યુવતીને લાલચ આપીને અંધેરી લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે બળાત્કાર કર્યો. અને 15 ઓગસ્ટના રોજ તે તેણીને ગુજરાત લઈ ગયો હતો. ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે આરોપીએ ગુજરાતમાં વધુ ત્રણ વખત તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
15 ઓગસ્ટે જ્યારે બાળકી લાંબા સમય બાદ ઘરે પરત ન આવી ત્યારે પરિવારના સભ્યોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કંઈ મળ્યું ન હતું. થોડા દિવસો પછી છોકરી જાતે જ ઘરે પાછી ફરી અને જ્યારે પરિવારે તેની પૂછપરછ કરી તો તેણે આ ઘટનાનો ખુલાસો કર્યો. આરોપીને ઓળખવા માટે પીડિતાએ ઈન્સ્ટાગ્રામ પરથી તેનો ફોટો તેના પરિવારને બતાવ્યો.
છોકરાની ઓળખ કર્યા પછી, પરિવારના સભ્યો પીડિતાને નજીકના વાકોલા પોલીસ સ્ટેશન લઈ ગયા અને પોલીસને ઘટના વિશે જાણ કરી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટની કલમ 4, 8 અને 12 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી છે.
બદલાપુર બાદ અકોલામાં પણ એક શિક્ષકે ૬ વિદ્યાર્થીનીઓ સાથે છેડતી ની ઘટના સામે આવી હતી. શિક્ષકે વિદ્યાર્થીનીઓને અશ્લીલ વિડીઓ બતાવ્યા બાદ છેડતી કરી હતી.પોલીસ દ્વારા શિક્ષકની ધરપકડ કરવામાં આવી હતી
Like
Dislike
Love
Angry
Sad
Funny
Wow
HMPVએ ચીનમાં મચાવ્યો કહેર, વુહાનમાં સ્કૂલો બંધ, WHOએ વાયરસ અંગે માંગ્યો રિપોર્ટ
January 08, 2025
Comments 0